તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Himatnagar હિંમતનગર સુરતની દુષ્કર્મની ઘટનામાં આરોપીઓને એક માસમાં જ સજા મળશે

હિંમતનગર -સુરતની દુષ્કર્મની ઘટનામાં આરોપીઓને એક માસમાં જ સજા મળશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજી |નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરપ્રાંતિય પરના હુમલા સંદર્ભે કડકમાં કડક પગલાં લેવાની ચીમકી આપતાં જણાવ્યું કે, હિંમતનગરની એક અને સુરતની દુષ્કર્મની બે ઘટનાઓમાં પોલીસ વિભાગે તરત પગલાં લીધાં છે અને આ કેસોમાં આરોપીઓને એકાદ મહિનામાં જ સજા મળી જશે. ગુજરાત સરકારે ચીફ જસ્ટિસને પત્ર લખીને આ આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માગણી કરી છે.

સરકારે ચીફ જસ્ટિસને પત્ર લખી આરોપીઓને ફાંસીની સજાની માગણી કરી છે : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
બહુચરાજીમાં શનિવારે ઉ.ગુ.ની નગરપાલિકાઓના ભાજપના હોદ્દેદારોના એક દિવસીય અભ્યાસ વર્ગમાં હાજરી આપવા આવેલા નીતિન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં પરપ્રાંતિયો પર હુમલા અને ફેક્ટરીઓમાં તોડફોડ મામલે જણાવ્યું કે, ગુજરાતમાં જે આંદોલન ચલાવાઇ રહ્યું છે તે નિંદનીય છે. એક વ્યક્તિ ગુનો કરે તો આખી જ્ઞાતિ ગુનેગાર ન હોય, જે ગુનો કરનાર છે તેને ફાંસી સુધીની સજા થાય તેવી વ્યવસ્થા સરકારે કરી છે. રાજ્યમાં પરપ્રાંતિય લોકો પર હુમલો કરવો કે ફેકટરીઓને નુકસાન પહોંચાડવાની બાબતને ચલાવી ન લેવા મુખ્યમંત્રીએ રાજ્યના પોલીસવડાને સ્પષ્ટ સૂચના આપી છે. ફેકટરી માલિક હોય કે કામદાર કોઇને પણ ખોટી રીતે હેરાન કરાશે તો તેમની સામે કડક પગલાં લવાશે.

અન્ય સમાચારો પણ છે...