અનામતમાં કોઇપણ જાતનો ફેરફાર નહીં કરવાની માંગ સાથે આવેદન

હિંમતનગરમાં એસસી, એસટી, ઓબીસી સમાજે આવેદન આપ્યું

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:31 AM
Himatnagar - અનામતમાં કોઇપણ જાતનો ફેરફાર નહીં કરવાની માંગ સાથે આવેદન
સાબરકાંઠાના હિંમતનગરના એસસી, એસટી અને ઓબીસી સમાજના લોકો દ્વારા અનામત મુદ્દે અધિક જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી અનામતમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર ન કરવા અંતર્ગત સરકારી તંત્રને અપીલ કરવામાં આવી છે.

હિંમતનગરમાં ટાવર ચોકમાં મંગળવારે અનામત બચાવોના નારા હેઠળ એક રેલીનું આયોજન કરી જિલ્લા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. ઓબીસી, એસસી, એસટી, એકતા મંચ હેઠળ યોજાયેલી રેલી ટાવર ચોક વિસ્તારથી રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી જેમાં ઠાકોર સેના, એસસી, એસટી સમાજના આગેવાનો સહિત ઓબીસી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને અનામતમાં કોઇ પણ પ્રકારનો સુધારો કે વધારો ન કરવા રાજ્ય સરકારને જણાવ્યુ હતુ. તેમજ 49 ટકા અનામતમાં 129 જાતી સિવાય અન્ય કોઇ જાતીનો સમાવેશ ન કરવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. તેમજ જો કોઇ ફેરફાર કરવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.

X
Himatnagar - અનામતમાં કોઇપણ જાતનો ફેરફાર નહીં કરવાની માંગ સાથે આવેદન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App