Home » Uttar Gujarat » Latest News » Himatnagar » Himatnagar - રાજસ્થાનની જોગી - કાલબેલીયા ગેંગની પૂછપરછ દરમિયાન ચોરીનો ભેદ ઉકેલાયો

રાજસ્થાનની જોગી - કાલબેલીયા ગેંગની પૂછપરછ દરમિયાન ચોરીનો ભેદ ઉકેલાયો

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 02:31 AM

આઠ માસ અગાઉ હિંમતનગરના મહાવીરનગરમાંથી59 હજારની મત્તાની ચોરી કરી હતી

  • Himatnagar - રાજસ્થાનની જોગી - કાલબેલીયા ગેંગની પૂછપરછ દરમિયાન ચોરીનો ભેદ ઉકેલાયો
    ચારેક દિવસ અગાઉ અરવલ્લી એલસીબીએ રાજસ્થાનની જોગી કાલબેલીયા ગેંગને ઝડપી પાડ્યા બાદ સાબરકાંઠા જિલ્લામાં પણ 13 ઘરફોડ ચોરીની કબૂલાત કરતા એ ડિવિઝન પોલીસે તપાસ અર્થે હિંમતનગર લાવી પૂછપરછ કરતા આઠ માસ અગાઉ મહાવીરનગરમાં ઘરફોડ કરી તિજોરીનું ડીજીટલ લોકર તોડી રૂ. 59 હજારની મત્તાની ચોરી થયાનો ગુનાનો ભેદ ખૂલ્યો હતો.

    પોલીસ સુત્રો દ્વારા મળતી માહીતી અનુસાર તા. 21/01/18 બપોરે એક વાગ્યાથી તા. 22/01/18 સાંજે સાત વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મહાવીરનગર વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઇ બારોટના બંધ મકાનમાં ચોરી થઇ હતી અને તિજોરીના ડીજીટલ લોકરમાં મૂકેલ સોનાનુ ડોકીયુ, અઢી તોલાનુ તથા ચાંદીની ત્રણ જોડ શેરો, પાંચ ચાંદીના સિક્કા 380 ગ્રામના મળી કુલ રૂ. 59000 ના સોના ચાંદીના દાગીનાની ચોરી થઇ હતી. જે તે સમયે મકાન માલિકે ફરિયાદ નોંધાવી ન હતી. દરમિયાનમાં અરવલ્લી એલસીબીએ ઘરફોડ ચોરીઓ કરનાર જોગી કાલબેલીયા ગેંગને ઝડપી પાડતા તેમણે સાબરકાંઠામાં 13 ઘરફોડ ચોરીઓ કર્યાની કબૂલાત કરતા એ ડિવિઝન પોલીસ તસ્કર ગેંગના ત્રણ શખ્સોને હિંમતનગર તપાસ અર્થે લઇ આવી હતી.

    તપાસ અધિકારી પીએસઆઇ પી.એચ. સીસોદીયાઅે વિગત આપતા જણાવ્યુ કે અજયસિંહ કરણસિંહ રાજપૂતની પૂછપરછ દરમિયાન તેણે મહાવીનગરમાં વ્રજભૂમી સોસાયટીમાં ચોરી કર્યાની ઓળખ કરી બતાવતા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. જોગી કાલબેલીયા ગેંગના અન્ય બે ઇસમોની પણ પૂછપરછ ચાલી રહી છે તથા ચોરીના વધુ ગુનાનો ભેદ ખુલશે.

    પકડાયેલો આરોપી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ