તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાબરડેરીની સામાન્ય ચૂંટણીના દ્વાર ખુલ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર| સાબરડેરી નિયામક મંડળની ચૂંટણી જાહેર થતાં ગત ફેબ્રુઅારી માસમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાયા બાદ હાઇકોર્ટમાં થયેલી સાત પિટિશનો અંતર્ગત 8 મી માર્ચે ચૂંટણી પ્રક્રિયા પર સ્ટે અાવી ગયા બાદ હાઇકોર્ટની સીંગલ બેંચે સાબરડેરીના પેટા નિયમને અાધાર બનાવી જિલ્લાની ચૂંટણી અેટલે કે દરેક મતદાર 16 ઝોનના 16 ઉમેદવારને 16 મત અાપે તેવો હૂકમ કરતાં તલોદના કઠવાડા દૂધ મંડળીના ચેરમેને ડબલ બેંચમાં પડકારતાં શુક્રવારે ડબલ બેંચ દ્વારા અગાઉના હૂકમને હાઇકોર્ટે માન્ય રાખી જિલ્લાની ચૂંટણી યોજવા ચૂકાદો અાપતાં બંને જિલ્લાના સહકારી રાજકારણમાં ગરમાવો અાવી ગયો છે.

દરેક મતદાર 16 ઝોનના 16 ઉમેદવારને 16 મત અાપશે, ગત માર્ચ માસમાં તલોદના કઠવાડા દૂધ મંડળીના વાંધાને લઇ ચૂંટણી પ્રક્રિયા અટવાઇ હતી
સાબરડેરીના નિયામક મંડળની મુદત પૂરી થઇ ગયા બાદ પણ ચૂંટણી જાહેર કરવામાં ન અાવતા ડેરીમાં ચૂંટણી યોજવા અને કસ્ટોડીયનની નિમણૂક કરવા હાઇકોર્ટમાં દાદ ગુજારવામાં અાવી હતી. હાઇકોર્ટમાં કસ્ટોડીયનની નિમણૂંક બાદ તરત જ 15 મી ફેબ્રુઅારીઅે ચૂંટણી અધિકારી-હિંમતનગર પ્રાંત અધિકારીઅે જાહેરનામુ પ્રસિદ્ધ કરી ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો હતો અને 25 મી માર્ચે મતદાન યોજાનાર હતુ. જાહેરનામા બાદ ઉમેદવારી પત્રો ભરવાના શરૂ થઇ ગયા હતા અને છેલ્લી તારીખના અેક દિવસ અગાઉ ફરી હાઇકોર્ટે સ્ટે અાપતાં 8 મી માર્ચે ચૂંટણી પ્રક્રિયા પર બ્રેક લાગી ગઇ હતી. ત્યારબાદ બે માસના અંતે હાઇકોર્ટના જજ બેલાબેન ત્રિવેદીઅે સાબરડેરીના પેટાનિયમને માન્ય રાખ્યો હતો અને ટાંક્યુ હતુ કે અા નિયમને અગાઉ સુપ્રીમકોર્ટે માન્ય રાખ્યો હતો.

જજમેન્ટ ના મુખ્ય તારણો
અેક કરતા વધારે ઝોનની દૂધ મંડળીઅોમાં પ્રતિનિધિ તરીકે અેક વ્યક્તિનુ નામ મતદાર યાદીમાં હશે તો પણ વેલીડ ગણાશે.

મતદાર 16 ઝોનના 16 ઉમેદવારને 16 મત અાપશે અેટલે કે ચૂંટણી થશે ઝોનવાઇઝ નહી થાય

સાબરડેરીના પેટા નિયમ મુજબ ચૂંટણી થશે.

અન્ય સમાચારો પણ છે...