તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • દેધરોટાના ખરાબામાંથી માટીની ચોરી અંગે ખાણખનિજ વિભાગ દ્વારા પંચાયતને નોટિસ

દેધરોટાના ખરાબામાંથી માટીની ચોરી અંગે ખાણખનિજ વિભાગ દ્વારા પંચાયતને નોટિસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનનગર તાલુકાના દેધરોટામાં સરકારી ખરાબામાંથી લાખ્ખો રૂપિયાની માટી બારોબાર વેચી દેવામાં આવી હોવાના કૌંભાડ અનુસંધાને ખાણ ખનિજ વિભાગમાં એક માસ અગાઉ થયેલી ફરિયાદ અંતર્ગત પંચાયતને નોટિસ ફટકારી વિભાગ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દેધરોટા ગામના સીમાડાના કુંડોળાના માટીના ટેકરા તરીકે ઓળખાતા સરકારી ખરાબાની જમીનમાંથી દેધરોટા ગ્રામ પંચાયતના સરપંચ ઝાલા જયશ્રી કુંવરબા સિધ્ધરાજસિંહ તેમના સસરા ઝાલા વિક્રમસિંહ કિશોરસિંહ અને ગ્રામ પંચાયતના સદસ્ય ઝાલા ધર્મેન્દ્રસિંહ શિવસિંહે ભેગા મળી રૂ. 50 લાખની માટીનું ખોદકામ કરી માટી બારોબાર વેચી મારવાનું કૌભાંડ આચર્યુ હોવા અંગે ઝાલા દેવેન્દ્રસિંહે પ્રવિણસિંહ ખાણ ખનિજ અધિકારીને 21 જુલાઇએ લેખિત ફરિયાદ કરી હતી અને ફરિયાદની સાથે હીટાચી મશીનથી મોટા હાઇવા વાહનોમાં માટી ભરતા ફોટા પણ રજૂ કર્યા હતા. ખાણ ખનિજ અધિકારી જે. એમ. પટેલની સૂચનાથી અજયસિંહ સિસોદીયા ધ્વારા ખરાબાની તપાસ હાથ ધરવામાં આવી હતી અને અંદાજીત 15 હજાર મેટ્રીક ટન માટી અનુસંધાને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું. નોંધનીય છે કે પ્રતિ મેટ્રેકટન 192.50 રૂ.નો દંડ કરવાની જોગવાઇ છે. ખાણ ખનિજ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ કાર્યવાહીને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે.

ફરિયાદએ હીટાચીથી મોટા આઇવામાં માટી ભરી લઇ જવાતો હોવાના ફોટો રજૂ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...