તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • સા.કાં.માં 24 ઓગસ્ટથી સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાશે

સા.કાં.માં 24 ઓગસ્ટથી સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મળેલી બેઠકમાં 24 ઓગસ્ટથી લોકોના પ્રશ્નોના નિકાલનો સેવાસેતુ કાર્યક્રમ શરૂ થતો હોઇ વહીવટીતંત્રને તે માટેની પુર્વ તૈયારીઓ કરવા તાકીદ કરવામાં આવી હતી.

હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ સિંચાઇ, શિક્ષણ વિભાગમાં ખાલી મહેકમની જગ્યાઓ, વીજળીકરણ, હિંમતનગરમાં ગુનાખોરી ડામવા તેમજ જમીનને લગતા પ્રશ્નો રજુ કરાતાં જેના નિરાકરણ માટે કલેકટર પ્રવિણા ડી.કે.દ્રારા સૂચનાઓ આપવામાં આવી હતી.અગામી 24 ઓગસ્ટથી જિલ્લામાં શરૂ થતા સેવા સેતુના ચોથા તબક્કાની કામગીરી માટે સજજ થવા કલેકટરે જણાવાયુ હતુ. હિંમતનગરના હમીરગઢ, ઇડરના કાનપુર, પ્રાંતિજના કઠવાડા,તલોદના અણિયોડ, વડાલીના વડગામડા, ખેડબ્રહ્માના પંથાલ, પોશીનાના કોટડા અને વિજયનગર તાલુકાના આંતરસુંબા ગામે સેવાસેતુનો પ્રારંભ થશે.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, એસ.પી. ચૈતન્ય માંડલિક અને વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...