Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Himatnagar » Himatnagar - અંબાજી પદયાત્રીઓ માટે સાબરકાંઠામાં 25 હંગામી આરોગ્ય કેન્દ્ર શરૂ કરાયાં

અંબાજી પદયાત્રીઓ માટે સાબરકાંઠામાં 25 હંગામી આરોગ્ય કેન્દ્ર શરૂ કરાયાં

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:26 AM

ઇમરજન્સી વાન સતત રૂટ પર ફરતી રહેશે, 184 આરોગ્ય કર્મી ફરજ પર

  • Himatnagar - અંબાજી પદયાત્રીઓ માટે સાબરકાંઠામાં 25 હંગામી આરોગ્ય કેન્દ્ર શરૂ કરાયાં
    ભાદરવી પૂનમે દર્શનાર્થે જતાં પદયાત્રીઓ માટે જિલ્લા આરોગ્ય વિષયક કોઇ તકલીફ ન પડે તે માટે રવિવારથી જ 25 જેટલા આરોગ્ય સેન્ટર ખુલ્લા મુકવામાં આવનાર છે. સેન્ટરો ઉપરથી પેરામેડીકલ સ્ટાફ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવશે તથા સમગ્ર રૂટ ઉપર ઇમરજન્સી મોબાઇલ સેવા પણ ઉપલબ્ધ કરવામાં આવશે.જે રૂટ પર દોડતી રહેશે.

    પ્રાંતિજ, હિંમતનગર, તલોદ, ઇડર, વડાલી, ખેડબ્રહ્માના ચીફ ઓફિસરોને પાલિકા વિસ્તારમાં સફાઇ કામગીરી નિયમિત રીતે કરાવવા, ગટરો, જાહેર શૌચાલયો, પૂરતા પ્રમાણમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા, હોટલ, ધર્મશાળા વગેરેની સ્વચ્છતા જળવાઇ રહે તે માટે, જાહેરમાં ખુલ્લામાં ખાધપદાર્થો ન વેચાય તે માટે, કેમ્પના સ્થળે પીવાના પાણીના બોટલ, કાગળના કપ, નાસ્તાની ડિસ્પોઝેબલ ડીશો તથા અન્ય વપરાશ થયેલ ચીજો કચરાપેટીમાં નાખવા, કચરાપેટીની વ્યવસ્થા કરવા તથા ખૂલ્લામાં બનાવવામાં આવતા નાસ્તાની સઘન તકેદારી રાખવા જણાવાયુ છે.

    આરોગ્ય સેન્ટર ક્યાં શરૂ થયા

    મજરાથી ખેરોજ રોડ, વડવાસા, પ્રાંતિજ, સલાલ, કાટવાડ, મોતીપુરા, વક્તાપુર, હિંગળાજ, નેત્રામલી, સદાતપુરા, ગંભીરપુરા, વિજયનગર ચાર રસ્તા, વડાલી, શ્યામનગર, ખેડબ્રહ્મા , ચાડા, મટોડા, બાવળ કાંઠિયા, ખેરોજ, શામળાજીથી ઇડર રોડ : રેવાસ,બડોલી, મોડાસાથી હિંમતનગર રોડ : રાયગઢ, ગાંભોઇ, આગિયોલ, હિંમતનગર, શિકાથી હિંમતનગર રોડ : રણાસણ, હડિયોલ.

    184 કર્મચારી ફરજ બજાવશે

    આરોગ્ય સેવાઓ માટે 18 મેડીક્લ ઓફીસર, 18 ફાર્માસીસ્ટ, 18 પુરૂષ સુપરવાઇઝર, 56 પુરૂષ કર્મચારી, 18 સ્ત્રી સુપરવાઇઝર અને 56 સ્ત્રી કર્મચારી ખડે પગે ફરજ બજાવશે.

    અધિકારીઓ મોનીટરીંગ

    આરોગ્ય વિભાગના એપેડેમીક ઇન્ચાર્જ ર્ડા. અરૂણસિહ ભાટી એ જણાવ્યું કે, તા.16મી તા.22 દરમિયાન મજરાથી મહેતાપુરા તથા તા18થી તા.25 સુધી મહેતાપુરાથી ઇડર સુધી, તા19થી તા.25 સુધી ઇડરથી ખેરોજ સુધી સારવાર કેમ્પો ઉપર કામગીરી કરવા માટે પેરામેડીકલ સ્ટાફને જાણ કરવામાં આવેલ છે અને તેમની કામગીરીનું વિભાગના અધિકારીઓ સતત મોનીટરીંગ કરશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending