• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Himatnagar
  • Himatnagar - ગુણાકુવા ભણતી પુત્રીને મળી પરત આવતાં માતા-પિતાને ટ્રેલરે ટક્કર મારી,પિતાનું મોત

ગુણાકુવા ભણતી પુત્રીને મળી પરત આવતાં માતા-પિતાને ટ્રેલરે ટક્કર મારી,પિતાનું મોત

અરવલ્લીમાં ત્રણ માર્ગ અકસ્માતમાં ત્રણનાં મોત,ત્રણને ઇજા

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:26 AM
Himatnagar - ગુણાકુવા ભણતી પુત્રીને મળી પરત આવતાં માતા-પિતાને ટ્રેલરે ટક્કર મારી,પિતાનું મોત
શામળાજી/ મોડાસા / ધનસુરા | ભિલોડાના આભાપુરનું દંપતી આશ્રમ શાળામાં અભ્યાસ કરતી પુત્રીને મળી દંપતી પરત આવતુ હતુ ત્યારેશામળાજી હાઇવે પર ટ્રેલરે ટક્કર મારતા ચાલકનું યુ મોત નીપજ્યું હતું. બીજા બનાવમાં રૂદરડી પાસે કાર પલટી મારી ડિવાઇડર કુદી સામે બાઇકના ચાલક પર પડતાં એકનું મોત થયુ હતું. જ્યારે ધનસુરામાં અજાણ્યા વાહનની ટક્કરે એકનું મોત થયું હતું.

રૂદરડી પાસે કાર બાઇક ચાલક પર પડતાં, ધનસુરામાં વાહનની ટક્કરે 1-1ના મોત

ભિલોડાના આભાપુરના દિલીપભાઇ ડામોર પત્ની પ્રફુલાબેન સાથે પુત્રી ગુણાકુવા ખાતે અભ્યાસ કરતી હોવાથી બાઇક જીજે 09 એબી 1976 લઈને મળવા ગયા હતા. પુત્રીને મળ્યા બાદ ભગવાન શામળાજીના દર્શન કરી બંને ઘરે પરત ફરતા હતા ત્યાં હિંમતનગર-શામળાજી હાઇવે પર આવેલ રૂદરડી ગામની સીમ પાસે પાછળથી આવતા ટ્રેલર (આરજે 19 જીબી 3995 )ના ચાલકે ટક્કર મારતા દિલીપભાઈ ડામોરને ઈજા થતાં મોત નીપજયું હતું. જ્યારે પત્નીને ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સિદ્ધરાજ ભાઇ ડામોરની ફરિયાદના આધારે શામળાજી પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો..

બીજા બનાવમાં રુદરડી પાસે અમદાવાદ તરફ જઈ રહેલી ડસ્ટર કાર પલટી ખાઈ ડિવાઈડર કુદી સામેની બાજુ ઉભેલા બાઇક ચાલક ઉપર પડી હતી. જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા અન્ય એક યુવકને ઈજાઓ થતાં સારવાર માટે શામળાજી રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્રીજા અકસ્માતમાં ધનસુરા પાસે દર્શન હોટલ સામે અજાણ્યા વાહનની ટક્કરે બાઇક પર જતાં બે શખ્સોને ઇજા થઇ હતી.જેમાં એકનું મોત થયુ જ્યારે બીજાને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

નેગેટિવ ન્યૂઝ

નકારાત્મક સમાચાર, જે તમને જણાવવા જરૂરી છે

X
Himatnagar - ગુણાકુવા ભણતી પુત્રીને મળી પરત આવતાં માતા-પિતાને ટ્રેલરે ટક્કર મારી,પિતાનું મોત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App