ઈડરમાં જૂની અદાવત મામલે માર મારી જાનથી મારી નાખવાની ધમકી

ઘર અાગળથી બાઇક લઇ નીકળવાની ના પાડતાની અદાવત રાખી હતી

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:26 AM
Himatnagar - ઈડરમાં જૂની અદાવત મામલે માર મારી જાનથી મારી નાખવાની ધમકી
ઈડરના બારેલા તળાવ પાસે આવેલ ભાટીયા ઓઈલ મીલ પાસે રહેતા પરશુરામ અમરાજી વણઝારા ને તા 12-09-2018 ના રોજ અગાઉ ની અદાવત બાબતે 7 શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવા પામી છે

ઈડરના બારેલા તળાવ પાસે આવેલ ભાટીયા ઓઈલ મીલ પાસે રહેતા પરશુરામ અમરાજી વણઝારા એ થોડાક સમય અગાઉ મુકાજી ગંગાજી વણજારા રહે. ઈડર ને પોતાના ઘર આગળ થી બાઈક લઈ નીકળવાની ના પાડી હતી જેની અદાવત રાખી ગંગાજી વણજારાનું ઉપરાણું લઈને આવેલા સુરેશજી ગંગાજી વણજારા , સરદારજી ગોરાજી વણજારા ,અને રાજુજી વણજારા તમામ રહે. ઈડર નાઓએ પરશુરામજીને મા બેન સામી ગાળો બોલી લાકડી તથા ચપ્પા વડે માર મારી ઈજાગ્રસ્ત કરી નાસી ગયા હતા જેથી ઇજાગ્રસ્ત પરશુરામજી સારવાર કરાવવા સારું દવાખાને જતાં હતા તે દરમિયાન ટાવર નજીક શૈલેષજી ગોરાજી , ગંગાજી ગોરાજી તથા કેળાજી ગંગાજી સામે મળતાં પરશુરામજીને આપણે એક જ કુટુંબ ના છીએ તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તો જાનથી મારી નાખીશું એવી ધમકી આપતાં પરશુરામજીએ ઈડર પોલીસ સ્ટેશનમાં 7 જણા વિરુદ્ધ ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X
Himatnagar - ઈડરમાં જૂની અદાવત મામલે માર મારી જાનથી મારી નાખવાની ધમકી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App