• Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • લાલોડામાં બેટરીવાળા કટરથી ચંદનના 10 ઝાડ કાપી રૂ. 1.50 લાખના લાકડાની ચોરી

લાલોડામાં બેટરીવાળા કટરથી ચંદનના 10 ઝાડ કાપી રૂ. 1.50 લાખના લાકડાની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇડર તાલુકાના લાલોડામાં ગત મંગળ - બુધવારની રાત્રિ દરમિયાન ચંદનનું વાવેતર કરેલ ખેતરમાંથી ચંદનના 10 ઝાડના થડને તસ્કરોએ બેટરીવાળા કટરથી કાપી લઇ ગયા હતા અને સુગંધીદાર લાકડાની ઓળખ કરવા 50 જેટલા ચંદનના ઝાડને નુકસાન કર્યુ હતંુ. વર્ષ અગાઉ ખેતર માલિકના ભાઇના ખેતરમાં પણ વીરપ્પનો ત્રાટક્યા હતા.

ઇડરના લાલોડા ગામના ડાહ્યાભાઇ અમીચંદભાઇ પટેલ બ્લોક - સર્વે નંબર 1364 વાળા ખેતરમાં ચંદનના 700 જેટલા ઝાડ ઉછેર્યા છે. જેમાં બુધવારે બપોરે બારેક વાગ્યે તેમની બાજુવાળા ખેતરમાલિક ચંપકભાઇ પટેલે ફોન કરીને જાણ કરી હતી કે, તમારા ખેતરમાં ચંદનના ઝાડ કપાયા છે જેથી ડાહ્યાભાઇ પટેલ અને તેમની પત્ની ખેતરમાં જઇ જોતાં અલગ અલગ જગ્યાઅે ચંદનના ઝાડ વેરણ છેરણ હાલતમાં પડેલા મળી આવ્યા હતા. ચંદન ચોરો ચંદનના દસ ઝાડ થળથી આશરે ત્રણ ફૂટ જેટલુ લાકડુ બેટરીવાળા કટરથી કાપી લઇ ગયા હતા અને બીજા પચાસેક ઝાડને ચેકો મારી પાકુ તેમજ સુગંધીદાર થયુ છે કે નહીં તેની ચકાસણી કરવામાં નુકસાન કર્યુ હતું.

ડાહ્યાભાઇ પટેલે ઇડર પોલીસ સ્ટેશનમાં ચંદનના 10 ઝાડનું આશરે ત્રીસેક ફૂટ જેટલુ સુગંધીદાર લાકડુ આશરે 1,50,000ની ચોરી કરી લઇ જવા અંગે અને બીજા પચાસેક ચંદનના ઝાડને નુકસાન કરવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, એક વર્ષ અગાઉ તેમના ભાઇના ખેતરમાંથી પણ ચંદનની ચોરી થઇ હતી પરંતુ ઇડર પોલીસ ચંદન ચોરો સુધી પહોંચી ન શકતાં ફરીથી ચોરી થઇ છે.

તસ્કરોએ બેટરીવાળા કટરથી કાપી લઇ ગયા હતા અને સુગંધીદારની ઓળખ કરવા 50 ઝાડને નુકસાન કર્યું. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...