• Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • ભોલેશ્વરમાં પરિણીતા પર ત્રાસ ગુજારતાં પાંચ સાસરિયાં સામે ફરિયાદ

ભોલેશ્વરમાં પરિણીતા પર ત્રાસ ગુજારતાં પાંચ સાસરિયાં સામે ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરના ભોલેશ્વરમાં તારા બાપના ઘેરથી 5 હજાર લઇ આવ અને ત્રીજુ બાળક જોઇતુ નથી અેબોર્શન કરાવાનું કહી ત્રાસ ગુજારતાં પરિણીતાએ પાંચ સાસરિયા સામે ફરિયાદ નોંધાવી હતી.

ઊંઝાના મહેન્દ્રભાઇ રામજીભાઇ તૂરીની દિકરી ભાવના બેનના (ઉ.વ.35) હિંમતનગરના ભોલેશ્વર ખાતે રહેતા વિપુલભાઇ દલપતભાઇ બારોટ સાથે લગ્ન થયા હતા. લગ્નના પાંચ વર્ષ બાદથી પતિ, સસરા દલપતભાઇ કચરાભાઇ બારોટ સાસુ મંશીબેન જેઠાણી લત્તાબેન રાકેશભાઇ જેઠ રાકેશભાઇ ભેગામળી અવારનવાર ત્રાસ ગુજારતાં હતા અને તારા પિતાના ઘેરથી ઘર ચલાવવા રૂ. 5 હજાર લઇ આવ અને ત્રીજ સંતાન જોઇતુ નથી એબોર્શન કરાવી લે તેમ કહી ભાવનાબેન ના પતિ અને જેઠાણીએ મારઝૂડ પણ કરી હતી. જે અંગે પોલીસે પાંચ સાસરિયા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...