તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • ગાંભોઇમાં સિમેન્ટની દુકાનમાંથી 40 હજારની ચોરી કરનાર ઝડપાયો

ગાંભોઇમાં સિમેન્ટની દુકાનમાંથી 40 હજારની ચોરી કરનાર ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર તાલુકાના ગાંભોઇની સિમેન્ટ ડેપોમાંથી તા. 17જૂનના રોજ બપોરે અેક વાગ્યાના સુમારે ડ્રોઅરમાંથી રૂ. 40 હજારની ઉઠાંતરી થવાના કિસ્સામાં સાબરકાંઠા એસઓજીએ એક સપ્તાહના ગાળામાં આજુબાજુના સીસીટીવી ફૂટેજને આધારે સોમવારે રાત્રે એક શખ્સને ઝડપી પાડી ગાંભોઇ પોલીસને હવાલે કર્યો હતો.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહીતી અનુસાર ગાંભોઇમાં ઉમિયા કોમ્પ્લેક્ષમાં હાર્ડવેર તથા સિમેન્ટ લોખંડની ઉમીયા સિમેન્ટ ડેપો નાામની દુકાન ધરાવતા કિરીટભાઇ અમીચંદભાઇ પટેલે (રહ. સુરજપુરા)ની દુકાને ગત 17 જૂનના રોજ સવારે મુકેશભાઇ નામના ગ્રાહક દુકાનેથી 67હજારનું લોખંડ લઇ જઇ બપોર બે એક વાગ્યાના સુમારે તેઓ રૂ. 40 હજાર આપી ગયા હતા. તે નાણાં કીરીટભાઇએ ટેબલના ડ્રોઅરમાં મૂક્યા હતા. થોડીવાર બાદ અન્ય ગ્રાહક આવતા કીરીટભાઇ સામાન કાઢવા દુકાનની અંદર ગયા હતા અને ગ્રાહકને સામાન આપ્યા બાદ ગ્રાહક જતો રહ્યો હતો. ત્યારબાદ તેમણે ટેબલના ખાનામાં જોતા રૂ. 40 હજાર ગાયબ હતા તેમણે દુકાનના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરાવ્યા હતા. પરંતુ કંઇ જાણવા ન મળતા આખરે ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે એસઅોજી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસે દુકાન માલિકના સીસીટીવી કેમેરામાં ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં બનાવના સમયે અગાઉ ચેઇન સ્નેચીંગના ગુનામાં સંડોવાયેલ અજમેલસિંહ ઉર્ફે અજયસિંહ અનવરસિંહ મકવાણા(રહે. લાલપુર(ગાં))ની શંકાસ્પદ હાજરી જણાઇ આવતા તેને સોમવારે રાત્રે ઝડપી પાડી પૂછપરછ કરતાં રૂ.40હજારની ઉઠાંતરી કર્યાની કબૂલાત કરી હતી. જેમાં રૂ. 10 હજારની રિકવરી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...