તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • બેરણામાં દંપતીના ઝઘડામાં અપશબ્દો બોલવાની ના પાડતાં લાકડી ફટકારી

બેરણામાં દંપતીના ઝઘડામાં અપશબ્દો બોલવાની ના પાડતાં લાકડી ફટકારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર તાલુકાના બેરણામાં રવિવારે રાત્રે ઘરની સામે રહેતા પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઇ રહેલ હોઇ તેમને રોકવા ગયેલ મહિલાને અપશબ્દો બોલતા મહિલાએ પતિને જાણ કરતા પતિઅે પણ આવી અપશબ્દો બોલવાની ના પાડતા પાછળથી આવી લાકડી મારી ઇજા પહોંચાડી હોવા અંગે ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહીતી અનુસાર બેરણા ચોકડી પર દ્વારકેશ કોમ્પ્લેક્ષમાં કરિયાણાની દુકાન ધરાવતા દશરથભાઇ છગનભાઇ પ્રજાપતિ અને તેમનો દીકરો ચિરાગ ગત તા. 24/05/18 ના રોજ રાત્રે દસેક વાગ્યે દુકાનનો હિસાબ કરતા હતા. તે સમયે ચિરાગભાઇના પત્ની પૂજાબેનનો ફોન આવ્યો હતો કે ઘરની સામે રહેતા રાધાબેનના પતિ લાલાભાઇ બંસીલાલ સુથાર બોલાચાલી કરતા હોઇ તેમને ના પાડતા તેઓ બોલે છે. જેથી ચિરાગભાઇ દુકાનેથી ઘેર ગયેલ અને લાલાભાઇને પૂજાબેનને અપશબ્દો બોલવાની ના પાડતા તેઓ ઘેર જતા રહ્યા હતા અને ચિરાગભાઇ દુકાને પરત આવવા નીકળતા ચોકીદાર હિંમતભાઇ સાથે વાતચીત કરી રહ્યા હતા.

તે દરમિયાન લાલાભાઇ બંસીલાલ સુથારે પાછળથી આવીને માથામાં લાકડી ઝીંકી દીધી હતી. ગાંભોઇ પોલીસે લાલાભાઇ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...