તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • હિંમતનગરમાં હાઇવે અને ડ્રેનેજના ચાલી રહેલા ધીમા કામથી પાણપુર પાટિયે લોકોને હાલાકી

હિંમતનગરમાં હાઇવે અને ડ્રેનેજના ચાલી રહેલા ધીમા કામથી પાણપુર પાટિયે લોકોને હાલાકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરથી વિજાપુર ફોરલેન હાઇવે અને ડ્રેનેજના ચાલી રહેલા કામથી પાણપુર પાટિયા વિસ્તારના રહીશો અને દુકાનદારો હાલાકીનો સામનો કરી રહ્યા છે. વિજાપુર રોડ અને ડ્રેનેજનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યુ છે. ડ્રેનેજ લાઇનનું લેવલ ઉંચુ હોવાને કારણે દુકાનો અને રહેણાંક વિસ્તારમાં સોમવારે વરસેલા વરસાદથી પાણી ભરાઇ ગયા હતા. જેમાં વરસાદનું આગમન થતાં હાલાકીમાં વધારો થતાં લોકો રોષે ભરાયા છે અને કામગીરી સ્થાનિક તંત્ર કે એજન્સી દ્વારા થયેલ ન હોવાને કારણે ફરિયાદ પણ ક્યાં કરવી તેની સમસ્યા પેદા થઇ છે. કલેક્ટર દ્વારા સંલગ્ન એજન્સીને ઘટતુ કરવા સૂચના આપવામાં આવે તેવી લાગણી પ્રર્વતી રહી છે.

અન્ય સમાચારો પણ છે...