તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાયન્સ ક્લબ હિંમતનગરનો શપથવિધિ કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર : લાયન્સ ક્લબ ઓફ હિંમતનગર ડીવાઇનના નવ નિયુક્ત પ્રમુખ પ્રોફેસર ર્ડા. પ્રકાશભાઇ એચ. પટેલ તેમજ નવી કમિટિનો શપથ વિધિ કાર્યક્રમ યોજાયો હતો. ડિસ્ટ્રીક્ટ ગર્વનર લા. હરેન્દ્ર શુક્લા, ધારાસભ્ય રાજુભાઇ ચાવડા, જે.ડી. પટેલ, પાલિકા પ્રમુખ અનિરુદ્ધસિંહ વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલા શપથવિધિ કાર્યક્રમમાં સેક્રેટરી પ્રકાશ વૈધ, ટ્રેજરર જીતેન્દ્રશર્મા અન્ય હોદ્દેદારો પીન્કેશ પટેલ, ધવલ શર્મા, હેમંત પટેલ વગેરેએ શપથ લીધા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદ પટેલ અને ભરતભાઇ શાહે કર્યુ હતું. અર્ચનાબેન, ડી.એલ.પટેલ, રમેશકાકા વગેરેએ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...