તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • પ્રાંતિજ અને તલોદ તાલુકા સિવાય જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો

પ્રાંતિજ અને તલોદ તાલુકા સિવાય જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠા જિલ્લામાં સોમવારે સાંજથી મેઘરાજાનુ આગમન થતા સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. બાર કલાકમાં વિજયનગર તાલુકામાં સૌથી વધુ 4 ઇંચ અને હિંમતનગર તાલુકામાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. પ્રાંતિજ અને તલોદમાં નહિવત વરસાદ પડતાં ગત વર્ષની સ્થિતિ જેવો જ અનુભવ થયો હતો. જિલ્લાના 5 તાલુકામાં ખેતીલાયક વરસાદ થવાને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.હિંમતનગર શહેરના છાપરીયામાં મનોરમ હાઇસ્કૂલ પાસે વીજ કરંટ લાગતા ગાયનુ મોત નીપજ્યુ હતુ.

જિલ્લાના પાંચ તાલુકામાં પોણા ઇંચથી 4 ઇંચ જટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે પ્રાંતિજમાં 02 મીમી અને તલોદમાં 04 મીમી જેટલો નહિવત વરસાદ નોંધાયો હતો. વિજયનગર તાલુકામાં 4 ઇંચ જેટલો વરસાદ વરસતા પંથકની નદીઓ વહેતી થઇ હતી અને ખેડવા, હરણાવ, હાથમતી જળાશયોમાં નવા નીરની આવક થઇ હતી.

ઇડર, ખેડબ્રહ્મા, પોશીના તાલુકામાં પોણાથી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

કપાસ જેવા પહોળા પાંદડા ધરાવતા પાક માટે જમીન ઉપર 2 ઇંચનું પડ ભેજવાળું હોવુ જરૂરી
ખેતી લાયક વરસાદ થયો છે. પરંતુ 24 થી 48 કલાક દરમિયાન ફરીથી વરસાદની જરૂર રહેશે. મકાઇ અને કઠોળ વર્ગના પાક માટે સારો વરસાદ છે. પરંતુ કપાસ જેવા પહોળા પાંદડા ધરાવતા પાક માટે જમીનનું ઉપરનું 2 ઇંચનું પડ ભેજવાળુ હોવુ જરૂરી છે. જેણે વાવેતર કરેલ છે તેમને ફાયદો થશે. વી.કે. પટેલ, સા.કાં.ખેતીવાડી અધિકારી

સવારે 6 વાગ્યા સુધી નોંધાયેલ વરસાદ
તાલુકો વરસાદ (મીમી) કુલ

હિંમતનગર 69 69

ઇડર 22 31

ખેડબ્રહ્મા 35 43 પોશીના 34 69

વડાલી 13 19

પ્રાંતિજ 02 02

તલોદ 04 06

વિજયનગર 100 104

અન્ય સમાચારો પણ છે...