તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • માતા અને બે દીકરીઓએ મહિલાના સોશિયલ મીડિયામાં બિભત્સ ફોટા મૂક્યા

માતા અને બે દીકરીઓએ મહિલાના સોશિયલ મીડિયામાં બિભત્સ ફોટા મૂક્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરમાં રહેતી માતા અને બે દિકરીઓએ ઇડરની પરીણિત મહિલાને ફેસબુક અને ઇન્સ્ટ્રાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી ચારિત્રહનન થાય તેવા મેસેજીસ અને ફોટા મૂકી તથા પરિણીત મહિલાની પાંચ વર્ષની દીકરી વિશે પણ ગમે તેમ લખાણ મુકી બદનામ કરવાનો પ્રયાસ કરવામાં અાવ્યો હોવા અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. પોલીસ સુત્રો દ્વારા મળતી માહીતી અનુસાર ઇડરમાં રહેતી પરિણીત મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે હિંમતનગરમાં રહેતી માતા અને બે પુત્રીઅોએ તેના નામનુ ફેસબુક અને ઇન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ બનાવી તેના નામથી ફેન્ડ રીકવેસ્ટ મોકલી બનાવટી ચેટ કરવામાં આવતુ હતુ અને ભોગ બનનારને મૌલિક નામના કોઇ છોકરા સાથે પ્રેમ સંબંધ તેવા મેસેજ સોશ્યલ મીડીયાના બંને એકાઉન્ટ પરથી પ્રસિદ્ધ કરવામાં આવતા હતા તથા જૂની ફેસબુક પ્રોફાઇલ પરથી ફોટા ડીપીમાં તથા પ્રોફાઇલમાં મૂકી, ગંદા લખાણ મૂકી પરિણીતાના સગાભાઇ, મિત્રો, સાસરીપક્ષના લોકોને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને પોલીસને જાણ કરાયાની ખબર પડતાં બિભત્સ એસઅેમએસ કર્યા હતા અને તેમાં પરિણીતાના માતા પિતા તથા પાંચ વર્ષની દિકરીને લેખિતમાં અપશબ્દો લખી મોકલાઇ હતી. તદ્દપરાંત ભોગ બનનાર મહિલાનો અન્ય પુરુષ સાથે ખોટી રીતે ફોટો જોડી બદનામ કરવામાં આવ્યો હતો. ઇડર પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...