• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Himatnagar
  • Himatnagar - હિંમતનગરમાં ઈનામી ડ્રોના નામે 3.25 લાખની છેતરપિંડી, 12 વિરુદ્ધ ફરિયાદ

હિંમતનગરમાં ઈનામી ડ્રોના નામે 3.25 લાખની છેતરપિંડી, 12 વિરુદ્ધ ફરિયાદ

સનસાઇન એન્ટરપ્રાઇઝ નામે સ્કીમ, મોડાસામાં પણ બ્રાન્ચ શરૂ કરી દર મહિને ડ્રો, દીકરીના જન્મ પર 5109, અને ગ્રાહકના...

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 02:20 AM
Himatnagar - હિંમતનગરમાં ઈનામી ડ્રોના નામે 3.25 લાખની છેતરપિંડી, 12 વિરુદ્ધ ફરિયાદ
હિંંમતનગરના સહકારી જીન વિસ્તારમાં માસિક ઈનામી ડ્રો , દીકરીનો જન્મ, આકસ્મિક મૃત્યુ બાબતે લોભામણી જાહેરાતો કરી સનશાઈન એન્ટરપ્રાઈઝ સ્કીમ શરૂ કરી 92 ગ્રાહકો બનાવી રૂ. 3.25 લાખની છેતરપિંંડી આચરનારા 12 શખ્સો સામે એક એજન્ટે ફરિયાદ નોધાવી છે અને જણાવ્યું છે કે શખ્સોએ મોડાસામાં ફરીથી નવી સ્કીમ શરૂ કરી છે.

હિંમતનગર શહેરમાં સહકારી જીન વિસ્તારમાં રત્ન સાગર કોમ્પલેક્ષમાં યતીનકુમાર કનૈયાલાલ આચાર્ય ( મેઢાસણ ) ગોસ્વામી ભરતપુરી (વરથુ ) જોષી વિમલભાઈ ( બડોલી ) પટેલ કમલેશભાઈ અને પટેલ પ્રકાશભાઈ ( બંન્ને મોયદ ) મકવાણા જસવતસિહ , ચૌહાણ પ્રકાશસિહ ( બંન્ને સુરપુર ) ગોસ્વામી હરેશગિરી ( રહે. થેરાસણ ) બળવંતસિહ રાઠોડ ( રહે. પાદર ) પંચાલ ગુણવંતભાઈ ( રહે. ખેડબ્રહ્મા ) પટેલ અરવિંદભાઈ ( રહે. હિંમતનગર ) મનસુરી નિઝામભાઈ ( રહે. વડાલી ) એ ભેગા મળીને સનશાઈન એન્ટરપ્રાઈઝ સ્કીમ શરૂ કરી હતી

બ્રિજેશકુમાર વસંતલાલ પંડ્યા ( રહે. મોડાસા ) ના કુટુંબી માસા યતીનકુમાર કનૈયાલાલ આચાર્યએ મે - 2016માં આ તમામની મુલાકાત કરાવી સ્કીમ બાબતે જાણકારી આપી હતી કે પ્રથમ લવાજમ રૂ. 450 થી શરૂ થઈ રૂ. 950 મળી કુલ રૂ. 5300 એક ગ્રાહકે ભરવાના થશે અને દર મહિને ડ્રો થશે જે ગ્રાહક ને ઈનામ ન લાગે તેને સાત હપ્તા ભર્યા ના સ્કીમના અંતે આશ્વાસન ઈનામ મળશે. બીજી સ્કીમોમા 6 માસમાં રૂ. 4080, રૂ. 5030 ભરવાના થાય છે તેમ જ આ સ્કીમમાં જોડાનાર ગ્રાહકને ત્યાં દીકરી નો જન્મ થાય તો રૂ.5109 અને સ્કીમ દરમિયાન કોઇ ગ્રાહકનું મૃત્યુ થાય તો રૂ 21000 આપવાની તથા એજન્ટ થઈ ગ્રાહક બનાવવાથી ગ્રાહક દીઠ રૂ. 30 કમિશન આપવાની લાલચ આપી હતી

ત્યારબાદ બ્રિજેશકુમારે એજન્ટ બની 92 ગ્રાહક બનાવ્યા હતા અને 90 ગ્રાહકોએ રૂ.3.25 લાખ ભર્યા હતા. છ માસનું કમિશન રૂ.16,740 આપવાનું કહેતા સંચાલકોએ એજન્ટો માટે અલગથી ડ્રો કરવા અને 73 સભ્યોએ જ નિયમિત હપ્તા ભરેલ છે તેમ કહી ઈનામ કે કમિશન આપેલ નહીં. તદ્પરાંત દર્શિતાબેન ને ત્યાં દીકરીનો જન્મ થયો હતો અને ગૌરાંગકુમાર પટેલનું મૃત્યુ નીપજયું હોવા છતાં તેમને પણ પૈસા ચૂકવવામાં આવ્યા નથી.

બ્રિજેશેે ફરિયાદમાં જણાવ્યું છે કે શખ્સો પૈકી કેટલાકે નેશનલ માર્કેટિંગ નામની નવી સ્કીમ શરૂ કરી છે અને તેમની સાથે કામ કરનાર અન્ય એજન્ટ મહેન્દ્રભાઈ કાન્તીભાઈ પટેલ (ઉભરાણ), દશરથભાઈ મંગળભાઈ પ્રજાપતિ (હિંમતનગર) અને બીજા ઘણા એજન્ટ સાથે છેતરપિંડી થઈ છે એ ડિવિઝન પોલીસે કુલ 12 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

X
Himatnagar - હિંમતનગરમાં ઈનામી ડ્રોના નામે 3.25 લાખની છેતરપિંડી, 12 વિરુદ્ધ ફરિયાદ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App