હિંમતનગરમાં જૈન સંઘ દ્વારા 24 જિન માતા કાર્યક્રમ યોજાયો

હિંમતનગરના બગીચા વિસ્તાર જૈન સંઘ દ્વારા 24 તિર્થકર ભગવાનની માતાના અભિનયનો સ્ટેજ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો....

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 02:20 AM
Himatnagar - હિંમતનગરમાં જૈન સંઘ દ્વારા 24 જિન માતા કાર્યક્રમ યોજાયો
હિંમતનગરના બગીચા વિસ્તાર જૈન સંઘ દ્વારા 24 તિર્થકર ભગવાનની માતાના અભિનયનો સ્ટેજ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તીર્થકરોના જન્મથી લઈ તિર્થંકરપદ પામવા સુધીના જીવન ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું હતું.

પર્યુષણ પર્વમાં વિવિધ જૈન સંઘોમાં જપ-તપ-અનુષ્ઠાનો ચાલી રહ્યા છે અને હિંમતનગરના બગીચા વિસ્તાર જૈન સંઘમાં પ. પૂ. ધર્મસૂરીશ્ર્વરજી મ. સા. ના સમુદાયના સાધ્વીજી મહાનંદીશ્રીજી, પ. પૂ. સાધ્વીજી યશકલાશ્રીજી આદિ ઠાણાની નિશ્રામાં જૈનોના 24 તિથકર ભગવાનના 24 જિન માતાના સ્ટેજ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતર્ગત જૈન ધર્મના 24 તિર્થકર ભગવાનના માતા ના અભિનય દ્વારા તિર્થકર પરમાત્માના જન્મથી તિર્થકર પદ સુધીના જીવન ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું હતું. બગીચા વિસ્તાર જૈન સંઘની બહેનો તથા બગીચા વિસ્તાર જૈન યુવક મંડળ દ્વારા ખૂબ જ મહેનતના અંતે કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. જેનું સંચાલન ડિકુલભાઈ ગાંધી દ્વારા કરવામાં આવેલ.

X
Himatnagar - હિંમતનગરમાં જૈન સંઘ દ્વારા 24 જિન માતા કાર્યક્રમ યોજાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App