માળી ગામમાં શેઢો ખેડવાના મામલે માર મારતાં ફરિયાદ

હિંમતનગરના માળી ગામમાં શનિવારે સવારે ખેતરનો શેઢો કેમ ખેડી નાખ્યો છે તેમ કહી માર મારવા અંગે ગાભોઈ પોલીસ સ્ટેશનમાં...

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 02:20 AM
Himatnagar - માળી ગામમાં શેઢો ખેડવાના મામલે માર મારતાં ફરિયાદ
હિંમતનગરના માળી ગામમાં શનિવારે સવારે ખેતરનો શેઢો કેમ ખેડી નાખ્યો છે તેમ કહી માર મારવા અંગે ગાભોઈ પોલીસ સ્ટેશનમાં ચાર જણા વિરુદ્ધ ફરિયાદ નોધાઈ હતી.

માળી ગામના વિક્રમસિંહ ના પિતા અમરસિંહ ચૌહાણ શનિવારે ખેતરમાં કામ કરતા હતા. તે દરમિયાન અગિયારેક વાગ્યાના સુમારે કાળજી સરદારજી ચૌહાણ આવીને કહેવા લાગેલ કે તમો એ શેઢો કેમ ખેડી નાખેલ છે અને ગાળો બોલી કુહાડી મારવા જતાં અમરસિંહ ચૌહાણ ના માથામાં કુહાડી વાગી જતાં વિક્રમસિંહ અને તેમની પત્ની વચ્ચે પડતા કિશનજી કાળજી ચૌહાણ , મહેશભાઈ કાળજી ચૌહાણે વિક્રમસિંહને નીચે પાડી દઈ લાકડીઓ અને ગડદાપાટુનો માર માર્યો હતો રમીલાબેન વા/ઓ કાળાજી ચૌહાણે વિક્રમસિંહની પત્નીને ધક્કો મારી નીચે પાડી દઈ ગડદાપાટુનો માર માર્યો હતો. વિક્રમસિંહની ફરિયાદને આધારે ગાભોઈ પોલીસે તમામ ચાર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી

X
Himatnagar - માળી ગામમાં શેઢો ખેડવાના મામલે માર મારતાં ફરિયાદ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App