તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • હિંમતનગર પ્રાંતિજ તાલુકામાં મોબાઇલ ચોરનારા બે ઝડપાયા

હિંમતનગર-પ્રાંતિજ તાલુકામાં મોબાઇલ ચોરનારા બે ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર અને પ્રાંતિજ તાલુકા વિસ્તારમાં ઘરફોડીયા તેમજ મોબાઇલ ચોરી કરતાં બે ચોરોને સાબરકાંઠા અેલસીબી દ્વારા રૂ.89000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા હતા.

એલ.સી.બી સ્ટાફના એ.એસ.આઇ વિષ્ણુભાઇ અમરાજી સહિત ટીમ શનિવારે તપાસમાં હતા ત્યારે પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારના દલપુર ગામની એમેઝોન ટાઇલ્સ ફેક્ટરીના લેબર ક્વાટર્સમાં રહેતા દિનેશ મખીલાવન બાબાદીન પાસવાન તથા તેના સાળા વિકાસ બીગન યાદવને દલપુર વિસ્તારમાં આવેલી ટાઇલ્સની ફેક્ટરીમાં બહાર સુઇ રહેલા શ્રમિકોના ચોરેલા મોબાઇલ નંગ-10 સાબરદાણ ફેક્ટરી અને હાજીપુર ગામની સીમમાં આવેલ હાઇપેક ઇન્ડ્રસ્ટ્રીજ ખાતેથી ચોરી કરેલ 3 એલ.સી.ડી. મોનીટર સહિત 89000નો મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. આ બંને ચોરોએ 7 માસ પહેલાં સાબરડેરી પાસે હાઇપેક ઇન્ડસ્ટ્રીજમાં ઘરફોડ ચોરી કરી હોવાનુ પુછપરછમાં કબુલાતકરી હતી. એલસીબીએ ચોરી અંગેનો ગુનો દાખલ થયેલ હોય આરોપીઓને હિંમતનગર એ ડિવિજન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...