તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાથીજીના મુવાડામાં શિક્ષકની બદલી કરતાં ગ્રામજનોની શાળાને તાળાબંધીની ચીમકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાયડ તાલુકાના ભાથીજીના મુવાડા પ્રા. શાળામાં ફરજ બજાવતા શિક્ષકની બદલી કરી દેવાતાં ગ્રામજનોએ વિરોધ ઉઠાવ્યો છે. ત્રણ વર્ગો વચ્ચે એક જ શિક્ષક હોવાં છતાં નવા શિક્ષકની નિમણુંક કર્યા વગર વર્તમાન શિક્ષકની બદલીના આદેશો કરાતાં ગ્રામજનોએ તાલુકા પ્રા.શિક્ષણાધિકારીને રજૂઆત આવેદનપત્ર પાઠવી નવા શિક્ષકની નિમણુક કર્યા બાદ હાલ ફરજ બજાવતા શિક્ષકને છુટા કરવાનાં આદેશની માંગ કરી હતી.

બાયડ તાલુકાના ભાથિજીના મુવાડા ખાતે આવેલી સરકારી પ્રા. શાળાના ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ફરજ બજાવતા શિક્ષક વિપુલભાઈ પટેલની ફૂઇનાં મુવાડા ખાતે બદલી કરાતાં ગ્રામજનોએ શિક્ષકની બદલી થતી અટકાવવા તેમજ આ પ્રાથમિક શાળામાં નવા શિક્ષક હાજર ન થાય ત્યાં સુધી વર્તમાન સમયમાં ફરજ બજવાતા શિક્ષકને છુટા ન કરવા માંગ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સમક્ષ કરવામાં આવી હતી.

વાલીઓએ કહ્યું બાળકોના ભવિષ્યનું શું?
આવેદનમાં જણાવ્યા અનુસાર હાલ ગામની પ્રાથમિક શાળામાં 1થી 8 ધોરણ સુધીના વર્ગો ચાલે છે. 1થી5 ધોરણમાં હાલ 3 શિક્ષકો ફરજ બજાવી રહ્યાં છે. જ્યારે 6 થી 8 ધોરણમાં માત્ર એક જ શિક્ષક છે. આ શિક્ષકની બદલી કરી દેવામાં આવે તો મધ્યસત્ર દરમ્યાન બાળકોના શિક્ષણનું શુω બાળકો નજીકના ભવિષ્યમાં પરીક્ષાઓ પણ આવી રહી છે ત્યારે બાળકોનો કોર્સ કેમ કરી પૂરો કરવો.માટે શિક્ષકને છુટા કરવાનો અમે વિરોધ નોંધાવીએ છીએ તેમજ અમારી માંગ નહી સંતોષાય તો નજીકના ભવિષ્યમાં શાળાને તાળાબંધી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...