સરકારી ઇજનેરી કોલેજો,પોલીટેકનીકમાં બેઠકોનો ઘટાડો સ્વીકાર્ય નથી : અેબીવીપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અગાઉ સ્વનિર્ભર કોલેજોનો મેનેજમેન્ટ ક્વોટા 50 ટકા સુધી વધારી અાપ્યા બાદ સરકારી ઇજનેરી કોલેજો અને પોલીટેકનીક કોલેજોમાં બેઠકોનો ઘટાડો કરવો છાત્રોને સ્વનિર્ભર કોલેજમાં જવા મજબૂર કરવાનો નિર્ણય સ્વીકાર્ય ન હોવાની લાગણી સાથે અેબીવીપી દ્વારા બુધવારે કલેક્ટરને અાવેદન અાપી ફેર વિચારણા કરી નિર્ણય બદલવા માંગ કરાઇ હતી.

એબીવીપી દ્વારા કલેક્ટરને અાપેલ અાવેદનમાં જણાવ્યું કે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તા.07/02/20 ના રોજ અગામી શૈક્ષણિક વર્ષ 2020-21માં સરકારી ઇજનેરી કોલેજ અને પોલીટેકનીક કોલેજોની બેઠકમાં ધરખમ ઘટાડો કરાયો છે રાજ્યની 11 કોલેજની 14 બ્રાન્ચમાં ડીગ્રી ઇજનેરી કોલેજની 2549 અને પોલીટેકનીક - ડીપ્લોમાની 6837 બેઠકોનો ઘટાડો કરાયો છે. અગાઉ રાજ્ય સરકારે સ્વનિર્ભર કોલેજોની મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો 50 ટકા સુધી વધારી લ્હાણી કરાઇ હતી. સરકારના અા નિર્ણયમાં સ્વનિર્ભર ઇજનેરી કોલેજો અને પોલીટેકનીક કોલેજોને અેડમીશનમાં સ્પષ્ટ રીતે ફાયદો કરાવવાની નીતી દેખાઇ રહી છે.

કલેક્ટરને અાવેદન અાપી ફેર વિચારણા કરવા માંગ

અા નિર્ણયમાં સ્વનિર્ભર ઇજનેરી કોલેજો અને પોલીટેકનીક કોલેજોને અેડમીશનમાં સ્પષ્ટ રીતે ફાયદો કરાવવાની નીતી દેખાઇ રહી છે.
અન્ય સમાચારો પણ છે...