મોડાસાના ટીંટીંસર ગામ પાસે રિક્ષા ઊંડા ખાડામાં ખાબકતાં કિશોરનું મોત નીપજ્યું

3 મહિલા સહિત 4 ઘાયલ, અકસ્માત કરી રિક્ષા ચાલક રફૂચક્કર

DivyaBhaskar News Network | Updated - Jan 11, 2019, 03:22 AM
Modasa News - kishore died in a deep pit in a rickshaw near tintin village in modasa 032216
મોડાસા તાલુકાના મેઢાસણ સરડોઇ રોડ પર ટીંટીસર ગામ પાસે વહેલી સવારે રિક્ષા પલટી જતાં રિક્ષામાં મુસાફરી કરતી ત્રણ મહિલાઓ સહિત 4 લોકોને શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં એક કિશોરનું મોત નિપજયુ હતુ. અકસ્માત કરી રિક્ષાચાલક ભાગી છુટ્યો હતો. પોલીસે ગુનો નોંધી રિક્ષાચાલકની શોધખોળ હાથ ધરી છે.

ટીંટીસર પાસેથી ગુરુવાર સવારે રિક્ષા નંબર જીજે 9ઝેડ 8747ની રીક્ષા ઉંડા ખાડામાં ખાબકી હતી. રિક્ષામાં મુસાફરી કરતી ત્રણ મહિલાઓ અને બાળકોએ ભારે બૂમાબૂમ કરતા આજુબાજુ માંથી લોકો દોડી આવ્યા હતા અને અકસ્માતમાં ઇજાગ્રસ્તોને રીક્ષામાંથી બહાર કાઢીને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં સંજયભાઇ શનાભાઇ વાદી ઉ.વ. 11 રહે.વડાગામ તા.ખાનપુર જિ.મહીસાગરને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેનું કમકમાટીભર્યુ મોત નિપજયુ હતુ.અકસ્માતમાં આજ પરિવારની મહિલા રેવાબેન શનાભાઇ તેમજ કલ્પેશભાઇ બબાભાઇ અને લીલાબેન બબાભાઇ તથા આધેડવયની મહિલા ચંપાબેન મોતીભાઇને પણ શરીરે ગંભીર ઇજાઓ થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મોકાનો ફાયદો ઉઠાવી રીક્ષાચાલક ભાગી છૂટ્યો હતો. અકસ્માતમાં 11 વર્ષીય પુત્રનું મોત થતાં તેના પિતા શનાભાઇ મોતીભાઇ વાદી મૂળ રહે.વડાગામ તા.ખાનપુર હાલ રહે.વલ્લાવાંટા તળાવ પાસે મોડાસા નાએ રૂરલ પોલીસને જાણ કરી છે.

X
Modasa News - kishore died in a deep pit in a rickshaw near tintin village in modasa 032216
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App