તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિસાન સન્માન નીધિ યોજનામાં ખેડૂતોના ખાતામાં પૈસા નાખવાનું આજથી શરૂ: મંત્રી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના થયેલ પ્રારંભ અંતર્ગત સા.કાં. જિલ્લાના હિંમતનગર તાલુકાના કાંકણોલ ખાતેથી પાણી પુરવઠા મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પરબતભાઇ પટેલે જાહેરાત કરી હતી કે આજથી ખેડૂતોના ખાતામાં પૈસા જમા થવાના શરૂ થઈ ગયા છે.

પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજયના ખેડૂતોની આવક વધારવા રાજય સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે. આ વખતે કેન્દ્ર સરકારે ખેડૂતાના નાણાં સીધા તેમના ખાતામાં પહોચે તે માટે વિવિધ યોજનાકીય સહાય લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં નાખવામાં આવી રહ્યાં છે. તેવી જ રીતે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં પણ કિસાન લાભાર્થીઓના ખાતામાં જમા થવા શરૂ થઈ ગયા છે.

સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત 1,31,917 ખેડૂતની નોંધણી કરવામાં આવી છે. જેમને આ યોજના પેટે ત્રણ તબક્કામાં રૂ.2 હજાર લેખે નાણાં ચૂકવવામાં આવશે. આ પ્રસંગે સાબરકાંઠા સાંસદ દિપસિંહ રાઠોડ, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સ્તુતિ ચારણ, ખેતીવાડી નાયબ નિયામક પી.બી.ખીસ્તરીયા, હિંમતનગર પ્રાંત અધિકારી ચૌધરી સહિત ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો