ખેડૂતોના દેવા માફીનું બિલ મંજૂર કરવા કિસાનક્રાંતિ ટ્રસ્ટ દ્વારા આવેદન આપ્યું

Himatnagar News - kisan krisin trust has applied for the grant of the farmers39 debt waiver 092017

DivyaBhaskar News Network

Jul 19, 2019, 09:20 AM IST
રાજયમાં વરસાદ ખેંચાયો છે તેવી પરિસ્થિતિમાં હાલમાં ચાલી રહેલા વિધાનસભાના સત્રમાં ધારાસભ્યોના પગાર વધારાનું બીલ પસાર કરી દેવાતાં અને ખેડૂતોનું દેવા માફીનું બીલ મંજૂર ન કરાતાં કિસાનક્રાંતિ ટ્રસ્ટ સાબરકાંઠા દ્વારા ગુરુવારે સાબરકાંઠા કલેક્ટર પ્રવીણા ડી.કે.ને હિંમતનગર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને દેવા નાબુદી બીલ જો મંજૂર ન થઇ શકતું હોયતો મુખ્યમંત્રીએ રાજીનામું આપી દેવું જોઇએ તેવી માગણી કરી છે.

ધારાસભ્યોના પગાર વધારાના બીલ તાત્કાલિક ધોરણે મંજુર થાય છે અને ખડૂતોના દેવા નાબુદીનું બીલ મંજૂર કરવામાં આવતું નથી, ખેડૂતો પોતાનો હક માગી શકે તેવી પરિસ્થિતિ આજે રહી નથી ત્યારે રાજયના 18 હજાર ગામોના ખેડૂતો ખેતી છોડી દે તેવી સ્થિતિ આવી છે. જેથી ખેડૂતોના દેવા માફીનું બીલ વિધાનસભામાં મંજૂર કરવાની આવેદનપત્રમાં માગણી કરવામાં આવી છે.માગણી સંતોષવામાં નહિં આવેતો આગામી ચૂંટણીઓમાં ખેડૂત પરિવારો નોટામાં મત આપશે. કાર્યક્રમમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટ સાબરકાંઠાના વિક્રમસિંહ પરમાર, વિપુલભાઇ પટેલ, કરશનભાઇ પટેલ, વિશાલભાઇ દેસાઇ, ધનંજય વણઝારા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ખેડૂતોના દેવા નાબુદી બિલ મંજૂર કરવા આવેદનપત્ર આપ્યું હતુ. મકસુદ મનસુરી

X
Himatnagar News - kisan krisin trust has applied for the grant of the farmers39 debt waiver 092017
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી