તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાંતિજમાં વનવિભાગ દ્વારા કરુણા અભિયાન રેલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ | પ્રાંતિજ ભાખરીયા બસ સ્ટેન્ડથી પ્રાંતિજ મામલતદાર આર.કે.પટ્ટણી દ્વારા કરુણા અભિયાન રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં પ્રાંતિજ પ્રાથમિક શાળાના નંબર-2 ના બાળકો તથા રાજય સરકાર અને વનવિભાગના અધિકારીઓ દ્વારા સંયુકત કરુણા અભિયાન રેલી યોજાઇ હતી. પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ થી પ્રાંતિજ તાલુકા સેવાસદન ખાતે રેલી પહોચી હતી જયાં પ્રાંતિજ- તલોદ પ્રાન્ત અધિકારી સોનલબા પઢેરીયા દ્વારા રેલીનું સમાપન કરાવ્યું હતું અને પક્ષી બચાવો ની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. રેલીમાં મહંત સુનીલ દાસજી મહારાજ, ફોરેસ્ટ અધિકારી એન.જે. વાદળ, આર.એફ. ઓ ગણેશભાઇ વી.દેસાઇ, નગરપાલિકા ઉપપ્રમુખ નયનભાઇ દેસાઇ, નગરપાલિકા કોર્પોરેટર રાજેશભાઇ ટેકવાણી સહિત વનવિભાગ સ્ટાફ, શાળાના બાળકો, શિક્ષકો સહિતના મોટી સંખ્યામાં જોડાયાં હતાં. તસવીર-કાળુસિંહ રાઠોડ

અન્ય સમાચારો પણ છે...