તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરણપુર - અાડા હાથરોલ દૂધ મંડળીના સેક્રેટરીએ ઉચાપત કરતાં બંને સામે ગુનો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર તાલુકાના કરણપુર અને અાડા હાથરોલ ગામની સહકારી મંડળીઅોના સેક્રેટરીઅોઅે પોતાના ફરજકાળ દરમિયાન લાખો રૂપિયાની ઉચાપત કર્યાનુ અોડિટ દરમિયાન બહાર અાવતા ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ ફરિયાદો નોંધાઇ હતી. સહકારી વિભાગમાં અાજે પણ રોકડ વ્યવહાર ચાલતો હોવાનુ જીવંત ઉદાહરણ જોવા મળ્યુ હતું.

ગાંભોઇ પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર કરણપુર સેવા સહકારી મંડળીના પૂર્વ સેક્રેટરી રતીલાલ દેવકરણભાઇ પટેલે તેમની ફરજના તા.01/04/17 થી 31/03/18 ના સમયગાળાનું સબઅોડીટર સહકારી મંડળીઅો દ્વારા અોડીટ કરાતા તા. 23/08/18 ના રોજ રૂા.17,73,196 =99 ઉઘડતી સિલક હતી તે તા.24/08/18 ના રોજ ના રોજમેળમાં પોતાના નામે વાઉચર બનાવી ઉધારી દીધી હોવાનુ બહાર અાવ્યુુ હતું. અોડિટ દરમિયાન અા રકમ ભરપાઇ કરવા તેમણે તા.29/03/19 નો ચેક અાપેલ જે પણ રિટર્ન થયો હતો જેથી સેવા સહકારી મંડળીના ચેરમેન ધર્મદાસ પશાભાઇ પટેલે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

બીજા કિસ્સામાં અાડા હાથરોલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પૂર્વ સેક્રેટરી કિરપાલસિંહ ચકુસિંહ રાઠોડના તા. 01/04/17 થી 31/03/18 ફરજના સમયગાળાનુ અોડિટ કરવામાં અાવતા તા.27/02/18 ના રોજ વસૂલાતને અંતે રૂા.6,99,499 =30 બંધ સિલક હતી નવા સેક્રેટરીઅે તા.28/02/18 થી ચાર્જ સંભાળતા તેમને રોજમેળ મુજબની સિલક અાપી ન હતી અને બેંકમાં પણ જમા કરાવી ન હતી. તેમને અોડિટ દરમિયાન બોલાવવામાં અાવવા છતા હાજર રહ્યા ન હતા. જેને પગલે દૂધમંડળીના ચેરમેન દિગ્વીજયસિંહ બાલુસિંહ રાઠોડે ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...