તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છીકારીમાં છાત્ર સ્કૂલમાં પૂરાઇ જવાની ઘટનામાં ફક્ત શાળાના મહિલા આચાર્યની બદલી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેઘરજ તાલુકાની છીકારી પ્રાથમિક શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી જવાબદાર શિક્ષકોના ભૂલના કારણે રાત્રીભર કલાસરૂમમાં કડકડતી ઠંડીમાં પુરાઇ રહ્યો હતો. ઘટનાના પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સમગ્ર ઘટનાનો અહેવાલ તાતકાલિક મંગાવતાં મેઘરજ તાલુકા કેળવણી નિરીક્ષક શુક્રવારે સમગ્ર અહેવાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને મોકલી આપતાં અધિકારી એ સમગ્ર ઘટનામાં છીકારી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક(આચાર્ય)વિણાબેન ભગોરાને જવાબદાર ગણીને તેમને શિક્ષાના ભાગરૂપે જિલ્લાના અન્ય અંતરિયાળ તાલુકાની શાળામાં બદલી કર્યાનો આદેશ કર્યો હોવાનો જિલ્લા પ્રાથમિક નાયબ શિક્ષણાધિકારી સમીરભાઇ પટેલે જણાવ્યુ હતુ.

છીકારી પ્રાથમિક શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી મૌલિક રમેશભાઇ ખરાડી બુધવારે સાંજે શાળાના સ્ટાફની બેફિકરાઇના કારણે કલાસરૂમમાં રહી ગયો હતો અને શાળા સ્ટાફ કલાસરૂમ અને શાળાના ગેટને તાળા મારી ઘરે રવાના થઇ ગયો હતો. તેના પિતાએ શોધખોળ દરમ્યાન મુખ્ય શિક્ષિકા પાસેથી શાળાની ચાવી લાવી અંદર પુરાઇ રહેલા વિદ્યાર્થીને ગુરુવારે સવારે 5:15 કલાકે બહાર કાઢયો હતો. ઘટનામાં મુખ્ય શિક્ષકા વીણાબેન ભગોરા સામે શિક્ષારૂપી પગલાં લઇ અધિકારી એ તેમને અરવલ્લી જિલ્લાના અન્ય અંતરિયાળ તાલુકાની અંતરિયાળ શાળામાં બદલી કરી દેતાં શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે મુખ્ય શિક્ષિકાની જે અંતરિયાળ તાલુકામાં બદલી શિક્ષારૂપી કરાઇ છે તે સ્થળે શિક્ષણ વિભાગ દ્વારા ગુપ્ત રાખવામાં આવ્યુ છે.

શાળાના સભ્યોના નિવેદન લેવાયા

મેઘરજ ટીકેએન દ્વારા ગુરુવારે છીકારી પ્રા. શાળામાં આચાર્ય,વર્ગશિક્ષક ઘટનાનો ભોગ બનેલ વિદ્યાર્થીનું બયાન તેમજ શાળાની એસએસએના સભ્યોના નિવેદન તેમજ મહિલા સરપંચ અરૂણાબેન મોહનભાઇ ખરાડીનું પણ નિવેદન લેવામાં આવ્યુ હતુ.

અગાઉ પણ શિક્ષકોની બેદરકારી સામે આવી હતી

છીકારી પ્રા.શાળા દ્વારા થોડાક દિવસ અગાઉ નીલકંઠ મહાદેવ અને વૈડી ડેમ નીહાળવા માટે શાળા દ્વારા પીકનિક નુ આયોજન કરાયુ હતુ. જેમાં વૈડી ડેમમાં શાળાના બાળકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...