તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અાગામી નાણાકીય વર્ષ 2019-20 માટે સોમવારે જિલ્લા પંચાયતના સભાખંડમાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

અાગામી નાણાકીય વર્ષ 2019-20 માટે સોમવારે જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાયેલ બજેટ બેઠકમાં રૂ. 359.13 કરોડની પુરાંતવાળુ રૂ. 982.35 કરોડનુ બજેટ મંજૂર કરવામાં અાવ્યુ હતુ. વિરોધ પક્ષ દ્વારા બજેટ નીરસ હોવાનું જ્યારે શાસક પક્ષ કોંગ્રેસ દ્વારા વિકાસલક્ષી બજેટ હોવાનો દાવો કરવામાં અાવ્યો હતો.

જિલ્લા પંચાયતના સભાખંડમાં સોમાવરે જિ.પં. પ્રમુખ રતનબેન સુતરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બજેટ બેઠકમાં રૂ. 982.35 કરોડનું બજેટ રજૂ કરવામાં અાવ્યુ હતું. જેમાં જિલ્લાના અંતરીયાળ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઅોના અપગ્રેડશન માટે રૂ. 109.42 કરોડની જોગવાઇ કરવામાં અાવી હતી. તે પૈકી જિલ્લા પંચાયતના સદસ્યો પોતાના મત વિસ્તારમાં રૂ. 4 લાખના કામ માટે સૂચન કરી શકાશે. તદ્દપરાંત શિક્ષણક્ષેત્રે બાળકોના સર્વાંગી વિકાસ માટે રૂ. 50.70 લાખના ખર્ચ સહિત કુલ રૂ.482.72 કરોડ ફાળવવામાં અાવ્યા છે અારોગ્ય કુટુંબ કલ્યાણ અાયુર્વેદ તેમજ પોષણક્ષેત્રે રૂ. 47.09 કરોડ, પશુધન સારવાર માટે રૂ. 11.02 કરોડ સમાજના નબળા વર્ગના લોકોના સર્વાંગી વિકાસ માટે રૂ. 11.17 કરોડની જોગવાઇ કરવામાં અાવી હતી. તદ્દપરાંત જિલ્લાના અંતરીયાળ વિસ્તારનો લોકોને વાઇફાઇ ઇન્ટરનેટ સુવિધા અને જિલ્લા પંચાયતની વેબસાઇટના સતત સંચાલન માટે રૂ. 72.95 લાખની જોગવાઇ કરવામાં અાવી હતી. તદ્દપરાંત જિ.પં. સંકુલમાં રૂ. 19.76 લાખના ખર્ચે લીફ્ટની સુવિધાને પણ મંજૂરી અાપવામાં અાવી હતી.

સામાન્ય સભામાં ગ્રામ પંચાયતમાં ગાંધી જયંતિ નિમિત્તે લગાડેલ બોર્ડ પાછળ થયેલ ખર્ચ અંતર્ગત પાંચ સદસ્યોની તપાસ સમીતી બનાવવા ઠરાવ કરવામાં અાવ્યો હતો. વિરોધ પક્ષના નેતા મહેન્દ્રસિંહ રહેવરે જણાવ્યુ હતુ કે બજેટ રૂટીન અને નીરસ હતુ જ્યારે જિ.પં. પ્રમુદ રતનબેન સુતરીયાઅે જણાવ્યુ હતુ કે બજેટમાં છેવાડાના માનવીને અાવરી લઇ સર્વાંગી વિકાસ વાળુ બજેટ મંજૂર કરવામાં અાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો