તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડબ્રહ્માના સેબલવટમાં બે શખ્સોને માર મારતા ચાર વિરુદ્ધ ગુનો નોંધાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા તાલુકાના સેબલવટ ગામમાં થોડા સમય પહેલા મારી બહેન જોડે કેમ બોલાચાલી કરી હતી તેવું જણાવી બે વ્યક્તિઓને માર મારતા દિધીયા ગામના ચાર શખ્સો વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

સેબલવટ ગામના તેજસભાઈ મગનભાઈ રાઠોડ 25 ડિસેમ્બરે કુટુંબી શૈલેષભાઇ ડાહ્યાભાઈ ધ્રાંગી સાથે વાલરણ મુકામે દુકાનમાં રૂ વેચેલ હોઈ તેના પૈસા લઇ પરત ફરતા હતા. તે દરમિયાન વાલરણ અને સેબલવટ વચ્ચે ત્રણ રસ્તા ઉપર ડાભી સુભાષભાઈ કલાભાઇ, બકાભાઈ કાલાભાઈ ડાભી, પરેશભાઈ છગનભાઇ ચૌહાણ, જયદીપભાઈ રોહિતભાઈ ડાભી (તમામ રહે દિધીયા)અે રસ્તામાં બાઇક ઉભી રખાવી કહ્યુ હતુ કે કે તું મારી બહેન મંગુબેન લીલાભાઈ ગોબરભાઈ સાથે બોલાચાલી કેમ કરી હતી અને સુભાષભાઈ એ હાથમાંની લાકડી તેજસભાઈના હાથ ઉપર મારવા જતા તે હટી ગયા હતા જ્યારે બકાભાઈ એ પગમાં લાકડી મારી હતી. જ્યારે પાછળ બેઠલ શૈલેષભાઇ ને પણ મારઝૂડ કરતા ભાગવા જતા પરેશભાઈ અને જયદીપભાઈને પીઠ પાછળ ગાડદા પાટુનો માર મારવા લાગેલ અને બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. તે દરમિયાન તેજશભાઈના કાકા બાબુભાઇ, કલાભાઈ, ડાહ્યાભાઈ વિગેરે આવી ખેડબ્રહ્મા પ્રાથમિક સારવાર આપી હિંમતનગર લઇ આવ્યા હતા. જે અંગે તેજસભાઈએ શુભાષભાઈ, બકાભાઈ, પરેશભાઈ જયદીપ ભાઈ વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...