તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાબરકાંઠામાં કૃષિ વિભાગે વાવાઝોડાથી ખેતી પાકને નુકસાનનો સર્વે શરૂ કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંગળવારે સાબરકાંઠા જિલ્લામાં વાવાઝોડું ફૂંકાયા બાદ થયેલા વરસાદને પગલે ખેતી પાકને નુકસાન થયાની દહેશત ઊભી થયા બાદ જિલ્લાના કૃષિ વિભાગ દ્વારા બુધવારે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આજે ગુરુવારે કૃષિ વિભાગ અહેવાલ તૈયાર કરીને રજૂ કરશે.

મંગળવારે વાવાઝોડું ફૂંકાયા બાદ વરસાદ થતાં લેટ સોઈંગ વાળાના ઘઉં, વરીયાળી, તમાકુ, દિવેલા અને બાગાયત પાકને વ્યાપક નુકસાન થયાની દહેશત ઊભી થઇ હતી. તદુપરાંત કેળવે અને પપૈયા જેવા પાકની પણ જિલ્લામાં ખેતી થાય છે કૃષિ વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર જિલ્લામાં 77 હજાર હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું હતું. જેમાંથી 68 હજાર હેક્ટરમાંથી ઘઉં ખેડૂતના ઘેર અથવા બજારમાં પહોંચી ગયા છે. ઇડર, વડાલી, ખેડબ્રહ્મા તાલુકામાં અંદાજીત ત્રણેક હજાર હેક્ટરમાં ઘઉં, વરિયાળી, દિવેલા, મકાઈ, તમાકુ, શાકભાજી, ઘાસચારો સહિતના ખેતી પાકને નુકશાન થયાનો અંદાજ છે તેવી જ રીતે કેળા અને પપૈયા જેવા બાગાયતી પાકમાં 9 ગામના નવ હેક્ટર વાવેતર વિસ્તારમાં નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે. એકંદરે ખેડૂતોની સંખ્યા 4 હજારથી વધુ હોવાની સંભાવના છે પરંતુ 33 ટકાથી વધુ નુકસાન થયાની સંભાવના નહિવત્ છે આજે ગુરુવારે કૃષિ વિભાગ દ્વારા સર્વે ને અંતે શું અહેવાલ રજૂ થાય છે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...