તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગત નવેમ્બર માસમાં સૂરતમાં ટ્યુશન ક્લાસીસના બિલ્ડીંગમાં લાગેલ અાગને

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગત નવેમ્બર માસમાં સૂરતમાં ટ્યુશન ક્લાસીસના બિલ્ડીંગમાં લાગેલ અાગને પગલે વિદ્યાર્થીઅો ફસાઇ જવાની ઘટના બન્યા બાદ ગત ડીસેમ્બર માસમાં વહીવટી તંત્રના અાદેશ બાદ હિંમતનગર પાલિકાઅે ગત ડીસેમ્બર માસમાં 29 જેટલા ટ્યુશન ક્લાસીસનને ફાયર સેફ્ટીના માનાંકોનો સાત દિવસમાં અમલ કરવા અાપેલ નોટીસોને ટ્યુશન સંચાલકો ધોળીને પી ગયા છે અને અાજદિન સુધી પાલિકાના ફાયર વિભાગમાં ફરક્યા પણ નથી.

સૂરતમાં ટ્યૂશન ક્લાસીસ ચલાવાઇ રહેલ ઇમારત અાગ લાગવાની ઘટના દરમિયાન ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થતુ ન હોવાનુ બહાર અાવ્યા બાદ ડીઝાસ્ટર વિભાગ દ્વારા ચાલતા ટ્યૂશન ક્લાસીસનું ઇન્સ્પેક્શન કરી ટ્યૂશન ક્લાસીસમાં ફાયર સેફ્ટીની શું વ્યવસ્થા છે તેનો અહેવાલ રજૂ કરવા અને ફાયર સેફ્ટીની વ્યવસ્થા ન હોય તો જરૂરી કાર્યવાહી કરવા સૂચના અાપી હતી. ડીઝાસ્ટર વિભાગની સૂચના બાદ પાલિકાના ફાયર વિભાગ દ્વારા ગત તા. 20/12/18 ના રોજ 14 ટ્યૂશન ક્લાસીસ અને તા. 26/12/18 ના રોજ બીજા 15 ટ્યુશન ક્લાસીસને ઇન્સ્પેક્શન કરીને ફાયર સેફ્ટીની અને બાળકોને અાકસ્મિક સમયમાં બહાર નીકળવાના ઇમરજન્સી અેકઝીટ માટે વ્યવસ્થા ન હોવાથી કુલ 29 ટ્યૂશન ક્લાસીસને 7 દિવસમાં ફાયર સેફ્ટીના માનાંકોનો અમલ કરવા નોટીસો અાપી ડીઝાસ્ટર વિભાગને અહેવાલ મોકલી અાપવામાં અાવ્યો હતો. પાલિકા ફાયર અોફીસર પ્રતાપસિંહ દેવડાઅે જણાવ્યુ હતુ કે 29 પૈકી સ્વામી વિવેકાનંદ સ્કુલ અને ઉષાબેન જે પટેલ ક્લાસીસ બે જણા ફોર્મ લઇ ગયા છે! કાયદામુજબ ટ્યૂશન ક્લાસીસને સીલ થઇ શકે છે, દંડ થઇ શકે છે કોર્ટ કાર્યવાહી થઇ શકે છે.

ટ્યુશન ક્લાસીસીના નામ પેજ-2 પર

અન્ય સમાચારો પણ છે...