ઇડરમાં દીપડાનું બચ્ચું પાંજરે પૂરાતાં વન વિભાગે સુરક્ષિત જંગલમાં છોડી દીધુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇડરના રાવળ વાસ વિસ્તારમાં મહાકાળી મંદિર નજીક મૂકેલ પાંજરામાં બુધવારે મળસ્કે દીપડાનુ બચ્ચુ પૂરાતા માતા અને બચ્ચાના રઘવાટ અને ઘૂરકાટથી ડરનો માહોલ ઉભો થવા સહિત દોડી અાવેલા લોકોમાં માતા અને બચ્ચાને અલગ ન થવા દેવાની લાગણી પેદા થઇ હતી. વન વિભાગે બચ્ચાને તેના રહેઠાણ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી દીધુ હતું.

ઇડર ગઢ અને અાસપાસની ગિરિમાળાઅોમાં 8 થી 9 નાના મોટા દીપડા વસતા હોવાની સંભાવના વચ્ચે ઇડરમાં બેત્રણ વખત દીપડો અાવી ગયા બાદ વન વિભાગે વિવિધ વિસ્તારોમાં પાંજરા મૂક્યા બાદ ઇડરના રાવળવાસ નજીક મૂકેલ પાંજરામાં બુધવારે મળસ્કે બે અેક વાગ્યાના સુમારે દીપડાનુ બચ્ચુ પાંજરે પૂરાતા માતા અને બચ્ચાના ઘૂરકાટથી અાખોયે વિસ્તાર ગાજી ઉઠ્યો હતો. જેને પગલે જાણ થતા લોકો પણ દોડી અાવ્યા હતા. બચ્ચુ પાંજરામાં પૂરાતા તેની માતા થોડા અંતરે ઉભી રહી હતી દીપડાના બચ્ચાઅે પણ પૂરાઇ જવાને કારણે બહાર નીકળવા ધમપછાડા કર્યા હતા દરમિયાનમાં વન વિભાગના કરીઅો અને લોકો દોડી અાવ્યા હતા.

અા અંગે અારઅેફઅો ગોપાલભાઇઅે જણાવ્યુ કે દીપડાનુ નર બચ્ચુ હતુ અને તેને રાત્રે જ સુરક્ષિત સ્થળે છોડ્યુ હતુ. તેની સાથે માતા હોવાથી ખોરાક- પાણીની શોધમાં રહેઠાણ વિસ્તાર સુધી અાવી ગયાનુ જણાય છે. અનુસંધાન 2 પર

રાવળ વાસ વિસ્તારમાં મુધણેશ્વર મહાદેવ મંદિર નજીક દીપડાના બચ્ચા ફરી જોવા મળ્યા

બુધવારે સાંજે બચ્ચા ફરીથી દેખાયા

સમગ્ર ઘટનાને નજરે જોનાર

રાવળ વાસમાં બાળ દિપડો પાંજરે પૂરાયાના સમાચાર મળતા રાત્રે જ દોડી અાવેલ પ્રકૃતિપ્રેમી અને મિશનગ્રીન ઇડર ટીમના હિરેન પંચાલે જણાવ્યુ કે બચ્ચુ પાંજરે પૂરાતા તેની માતાનો રઘવાટ અને અાક્રંદ જોવા મળ્યુ હતુ બચ્ચાને ન છોડાવી શકવાની મજબૂરી તેના ઘૂરકાટમાં વ્યક્ત થઇ રહી હતી અમે વન વિભાગના કર્મીઅોને બચ્ચાને છોડી મૂકવા રીકવેસ્ટ પણ કરી હતી.

મળસ્કે દીપડાના બચ્ચાને સુરક્ષિત છોડી મૂકાયા બાદ બુધવારે સાંજે 6 થી 7 વાગ્યાના સુમારે રાવળ વાસ વિસ્તારમાં મુધણેશ્વર મહાદેવ મંદિર નજીકની બખોલોમાં દીપડાના બચ્ચા ફરી જોવા મળ્યા હતા. વન વિભાગે વધુ અેક પાંજરૂ અને માછલીઅો મૂકવા કવાયત હાથ ધરી હતી.
અન્ય સમાચારો પણ છે...