તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિંમતનગરમાં દારૂનો વેપલો કરતાં પિતા-પુત્ર પાસા હેઠળ જેલમાં ધકેલાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર શહેરમાં દારૂનો વેપલો કરતા પિતાપુત્ર વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા કલેકટરે મંજૂર કરતા પોલીસે બંનેની અટકાયત કરી રાજકોટ અને સુરતની જેલમાં મોકલી આપ્યા હતા.

દારૂનો વેપલો કરતા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અને અટકાયતી પગલાં લેવા ડીએસપી ચૈતન્ય મંડલીકે સૂચના આપતા શહેરના મહાવીરનગરમાં રહેતા પરેશભાઈ પુરુષોત્તમભાઈ જયસ્વાલ અને લવ પરેશભાઈ જયસ્વાલ (બંને રહે.હીરામાણેક મંગલમસ્ટ્રીટ સોસાયટી પેલેસ રોડ મહાવીરનગર) દારૂનું વેચાણ કરવાની પ્રવૃત્તિ કરતા હોઈ બન્ને વિરુદ્ધ પાસાની દરખાસ્ત બનાવી મોકલી આપ્યાબાદ કલેકટર પ્રવીણા ડી.કે.એ મંજુર કરતા અને વોરંટ ઇસ્યુ થતા એલસીબીએ શનિવારના રોજ રાત્રે નવ વાગ્યે બંનેની અટકાયત કરી હતી. પરેશભાઈ જયસ્વાલને રાજકોટ અને લવ જયસ્વાલને સુરત જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. નોંધનીય છે કે શહેરમાં દારૂનો વેપલો કરતા રીઢા બુટલેગરો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...