તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1971માં યુદ્ધ વિરામ જાહેર ન થયું હોત તો લાહોર સર કરી લીધું હોત : નિ. સૈનિક બાલુસિંહ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગર તાલુકાનુ વીરભોગ્યા વસુંધરા ખોબા જેવડા હાપા ગામની ધરતીઅે અનેક સપૂતો અાપ્યા છે. 35 જેટલા નિવૃત સૈનિકો ગામમાં છે અને કોઇ પરિવારના ત્રણ-ત્રણ, બબ્બે અને અેકના અેક દિકરાઅે પણ માભોમની રક્ષા કાજે સેનાને જ પસંદ કરી છે.

નિવૃત સૈનિકો પૈકી કેટલાકે 1965 અને 1971 યુદ્ધમાં પણ ભાગ લીધો હતો. જેઅો લાહોરની ભાગોળ સુધી પહોંચી ગયા હતા તેવા સ્વ. જશવંતસિંહ વજેસિંહ પરમાર હાલ હયાત નથી. પરંતુ સેનામાં સુબેદાર રહી ચૂકેલા બાલુસિંહ નાથુસિંહ પરમાર અાજે પણ અેટલા જ જોશથી ‘65 અને ’71 ના યુદ્ધની યાદો વાગોળતા કહે છે કે અે વખતે યુદ્ધ વિરામ જાહેર ન થયો હોત તો અમે અેક કલાકમાં લાહોર સર કરી લીધુ હોત અેટલા અમે નજીક પહોંચી ગયા હતા. હું યુદ્ધ બાદ રજા લઇને ઘેર પરત અાવ્યો ત્યારે હાપા ગામના ઠાકોર સાહેબ લખધીર સિંહજી અને ગ્રામજનોઅે ઢોલ નગારા અને ફૂલહારથી ભવ્ય સ્વાગત કર્યું હતુ અને અે જ માહોલના કારણે ગામમાં પેદા થયેલ દેશદાઝ અને રાષ્ટ્રભક્તિની ભાવનાને કારણે અાજે પણ ગામના 30 જેટલા યુવાનો સેનામાં દેશના વિવિધ ખૂણામાં માભોમની રક્ષાનું કાર્ય કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતુ કે અત્યારે ગામના 5 દીકરા કાશ્મીરમાં ફરજ બજાવી રહ્યા છે. ઘણીવાર હિમાલયના શિખરો પર ફરજ બજાવીને ઘેર અાવતા જવાનો કહે છે કે ઘણીવાર ચાર- ચાર મહિના સુધી ટૂકડીના વ્યક્તિ સિવાયના વ્યક્તિનો ચહેરો જોવા મળતો નથી વર્દીમાં જ અેવુ ઝનૂન છે કે ગમે તેવી વિષમ પરીસ્થિતિમાં પણ ટકી રહેવાનુ અને જોશ અને જુસ્સો મળે છે. તેમણે ઉમેર્યું હતુ કે પૂર્વ પાકિસ્તાનની જેમ પશ્ચિમી પાકિસ્તાનને પણ મીટાવી દેવાનો સમય પાકી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો