હિંમતનગરના યુવાનનું દરિયામાં ડૂબી જવાથી મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરમાં રહેતો વિપ્ર પરિવારનો યુવાન ફોઇના દીકરા સાથે સોમનાથ દર્શન કરીને દીવ ફરવા જતાં સોમવારે બપોરે બીચ ઉપર પાણીમાં ડૂબી ગયા બાદ મંગળવારે તેની લાશ મળી આવી હતી.

હિંમતનગર શહેરમાં રહેતો અને વડોદરા પારૂલ યુનિ.માં ડીઅેચઅેમઅેસ નો અભ્યાસ કરતો ધ્રુવીન રાજેશકુમાર રાવલ તેની ફોઇના દીકરા સ્મીત હિતેશભાઇ રાવલ સાથે ગત 11મેના રોજ સોમનાથ દર્શન કરવા ગયો હતો અને સોમનાથ મહાદેવના દર્શન કરી મામા-ફોઇના બંને ભાઇ દીવ ફરવા ગયા હતા. સોમવારના રોજ બપોરે દીવના નાગકા બીચ પર ગયા હતા અને બંને જણાને સમુદ્રનુ પાણી અાકર્ષી જતા ન્હાવા પડ્યા હતા અને ધ્રુવીન પાણીમાં ખેંચાઇ ગયો હતો. હાજર લોકોઅે પણ શોધખોળ કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ ધ્રુવીનનો પત્તો મળ્યો ન હતો. મંગળવારે સવારે ધ્રુવીનનો મૃતદેહ મળી અાવ્યો હતો. હિંમતનગર વિપ્ર પરિવારના અેકના અેક દીકરાને દીવનો દરિયો ભરખી જતા સમસ્ત બ્રહ્મ સમાજમાં શોકનુ વાતાવરણ પેદા થયુ હતુ.

મૃતક ધ્રુવીન
અન્ય સમાચારો પણ છે...