તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિંમતનગર જનસેવામાં એજન્સીના કર્મીઓ અરજદારોને હેરાન કરે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર જનસેવા કેન્દ્ર ખાતે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામગીરી સંભાળતી એજન્સીના કર્મચારીઓ પાસે આધારકાર્ડની કામગીરી માટે જવું પડે છે. આધારકાર્ડ ની કામગીરી કરતા વ્યકિતઓ દ્વારા અરજદારો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી મનમાની ચલાવી ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

હિમંતનગર જિલ્લા સેવા સદનમાં સ્ટાફની અછત અને કર્મચારીઓની મનમાની અને સેવાઓના વધતાં જતાં વ્યાપને કારણે મોટી સંખ્યામાં લાઈનો જોવા મળી રહી છે. જિલ્લા સેવા સદનમાં કર્મચારીઓ- અધિકારીઓની ઘટને કારણે તેમજ કોન્ટ્રાક્ટ પદ્ધતિ થી કામગીરી કરતાં કર્મચારીઓની નબળી કામગીરી તથા જોહુકમી ના કારણે અરજદારો પારાવાર મુશ્કેલીઓ નો સામનો કરી ત્રાહીમામ પોકારી ઉઠયાં છે.

જનસેવા કેન્દ્રમાં અરજદારો ને ટોકન આપવા માટે ની કોઈ સમય મર્યાદા કે કોઈપણ પ્રકારની સિસ્ટમ નક્કી કરવામાં આવી નથી તેમજ જનસેવા કેન્દ્ર ખાતે મહિલા - પુરુષો કે વૃદ્ધો માટે અલગ અલગ લાઈનની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. આવા સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ થી ચાલતા કામમાં લાયઝન અધિકારી ની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે કોઈ જવાબદાર અધિકારી કયારેક હાજર જોવા મળતા નથી. સરકારી તંત્ર દ્વારા સત્વરે તાત્કાલિક અસરથી કોઈ નક્કર પગલાં લેવામાં આવે એવી લોકમાગંણી પ્રબળ બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...