તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગરના ધારાસભ્ય ઉત્તર પશ્ચિમ રેલ્વે પેસેન્જર પરામર્શ સમિતીમાં સભ્ય નિમાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર: ગુજરાત વિધાનસભા સચિવની દરખાસ્તથી ઉત્તર પિશ્ચિમ રેલ્વે જોધપુર સર્કલ દ્વારા હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાની ઉત્તર પશ્ચિમ રેલ્વે પેસેન્જર પરામર્શદાત્રી સમિતીના સભ્ય તરીકે નિમણુંક કરાતાં હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાના રેલ્વેમાં પ્રવાસ કરનારાઓ દ્વારા ખુશી વ્યકત કરી જણાવ્યું કે, ગુજરાત સાબરકાંઠાને અડીને આવેલા રાજસ્થાન રાજ્યને સ્પર્શતા રેલ્વેના પ્રશ્નોનું નિરાકરણ થઇ શકશે. આ રેલ્વે સમિતિમાં જોધપુરની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધીઓ ઉપરાંત રાજસ્થાનના સંસદ સભ્ય અને ધારાસભ્ય સહિત 14 સભ્યોનો સમાવેશ કરાયો છે. રેલ્વે સમિતીની પ્રથમ મીટીંગ આગામી ગુરૂવારે જોધપુર ખાતે મળી રહી છે. જેમાં હિંમતનગર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા ઉપસ્થિત રહી જિલ્લાના રેલ્વેના પ્રશ્નો અંગે અધિકારીઓ સાથે ચર્ચા અને પરામર્શ કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો