તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિંમતનગર એ ડિવિજન ઇન્ચાર્જ PI સસ્પેન્ડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર શહેરના પોલીટેકનીક વિસ્તારમાંથી બે દિવસ અગાઉ ડીજીવીજીલન્સ સ્કવોડે રૂ.70 હજાર નો દારૂ પકડવાના મામલે અે ડિવિઝન ઇન્ચાર્જ પીઅાઇ અે.ટી.પટેલને ડીજીઅે સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ટાર્ગેટ બનાવાયાની ચર્ચાઅે જોર પકડ્યુ છે.

શુક્રવારના રોજ મળસ્કે બેઅેક વાગ્યાના સુમારે ડીજીવીલન્સ દ્વારા હિંમતનગર શહેરના લાભ બંગ્લોઝમાં રેડ કરી હતી અને બે ગાડીમાંથી સાડા નવ પેટી દારૂ પકડી અે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. ગાડીના માલિક નહી પરંતુ સેન્ટ્રો કાર અને મારૂતિ કારનો કબ્જો ધરાવતા શ્રેણીકશાહ નામના શખ્સના ઘરથી બંને વાહનો દૂર પાર્ક કરેલ હતા દારૂની બાતમીને અાધારે ગાંધીનગરથી સ્કવોડ દોડી અાવે તે પણ સામાન્ય સંજોગોમાં ગળે ઉતરતુ નથી અે ડિવિઝન ઇન્ચાર્જ પીઅાઇ અે.ટી.પટેલને સસ્પેન્ડ કરવાનો ડીજી અોફીસ દ્વારા ગણતરીના કલાકોમાં અોર્ડર પણ કરી દેવાયો હતો. સમગ્ર પ્રકરણ પોલીસ બેડામાં ચર્ચાનું કેન્દ્ર બની ગયુ છે.

અન્ય સમાચારો પણ છે...