હિંમતનગર પંથકની સગીરાને છેડનારને બે વર્ષ કેદની સજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર તાલુકાની 14 વર્ષીય સગીરાને તેની દાદી સાથે અાવી રહી હતી. ત્યારે ભોળવીને લઇ જઇ છેડતી કરવાના કેસમાં 2 વર્ષની સજા અને રૂ.4000 દંડ ફટકારાયો હતો.

બે વર્ષ અગાઉ તા. 19/01/18 ના રોજ હિંમતનગર તાલુકાની 14 વર્ષીય સગીરા દુકાનેથી તેની દાદી સાથે ઘેર જઇ રહી હતી. તે દરમિયાન રસ્તામાં ગમાનસિંહ કેશરીસિંહ ઝાલાપાછળ પાછળ અાવી રહ્યો હતો અને સગીરાને ભોળવીને તેની સાથે લઇ જઇ છેડતી કરી હતી ભોગ બનનારના પિતાઅે રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા બાદ અા અંગેનો કેસ સાબરકાંઠા જિલ્લા સ્પે જજ (પોક્સો) અને બીજા અેડી.સેશન્સ જજ. ની કોર્ટમાં ચાલી જતા જિલ્લા સરકારી વકીલ અરવિંદ જે. પટેલે રજૂ કરેલ પૂરાવા, અાઇઅો સાક્ષીઅોની જૂબાની વગેરે ગ્રાહ્ય રાખી સ્પેશ્યલ જજ (પોક્સો) અેન.પી. ચૌધરીઅે ગમાનસિંહ નારસિંહ કેશરીસિંહ ઝાલાને અાઇપીસી 354 (અે) (1)(1) (2) તથા પોક્સો અેક્ટની કલમ -12 માં તકસીરવાન ઠરાવી 2 વર્ષની સજા અને 4 હજાર દંડ ફટકાર્યો હતો.

બે વર્ષ અગાઉ ભોળવી છેડતી કરી હતી
અન્ય સમાચારો પણ છે...