તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસ્સાખેંચના સ્પર્ધકોને મહારાષ્ટ્રમાં નેશનલ લેવલે ન મોકલાતાં ગુજરાત ટગ ઓફ વાર એસો. નિરાશ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રમત ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક વિભાગના અગ્ર સચિવ દ્વારા રસ્સાખેંચ ના સ્પર્ધકોને નેશનલ લેવલે ન મોકલવાનો નિર્ણય કરતાં અન્ય રાજ્યોની ટીમો ભાગ લઇ રહી હોવાથી ગુજરાત ટગ ઓફ વોર રસ્સાખેંચ એસોસિએશન નિરાશ સ્પર્ધકો માટે આગળ આવ્યું છે અને તાલીમ કેમ્પના ભારણનું કારણ હોય તો તે લેવા તૈયારી બતાવી રસ્સાખેંચના સ્પર્ધકોને નેશનલ રમવા મંજૂરી આપવા અગ્ર સચિવને રજૂઆત કરી છે.

રસ્સાખેંચના સ્પર્ધકોને નિરાશ કરતો નિર્ણય લેવાયા બાદ રસ્સાખેચના સારુ પર્ફોર્મન્સ ધરાવતાં ખેલાડીઓની ચાલુ વર્ષની રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ફરી એકવાર સારું પ્રદર્શન કરી મેડલ લાવવાની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું છે ગુજરાત ટગ ઓફ વોર એસોસિએશનના જનરલ સેક્રેટરી રાજેશભાઈ પટેલે(રહે.હિંમતનગર) જણાવ્યું કે રમત-ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અગ્ર સચિવે નોન ઓલમ્પિક રમતો ના સ્પર્ધકોને રાષ્ટ્રીય કક્ષાએ મોકલવાની બાબત પર બ્રેક મારી દીધી છે રસ્સાખેંચની રમતમાં અંડર 14,17 અને 19 કેટેગરીમાં ભાઈઓ બહેનો ની ટીમો દર વર્ષે સારુ પ્રદર્શન કરે છે અગાઉના વર્ષોમાં આ રમતમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવી ચૂકી છે. આ સ્પર્ધકોએ જૂન-જુલાઇ માસથી તૈયારીઓ શરૂ કરી હતી. બીજા રાજ્યના સ્પર્ધકો રસ્સાખેંચ સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ રહ્યા છે ગુજરાતના સ્પર્ધકોને પણ તક મળવી જોઈએ તથા આ સ્પર્ધકોના ફ્રી નેશનલ કેમ્પના ભારણનું કારણ હોય તો એસો.સરકારના ભારણને ઓછું કરવા તૈયાર હોવાનું જણાવી અગ્ર સચિવને રજૂઆત કરી રાજ્યની ટીમો મોકલવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો