તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારા કામમાં નરસા માણસોના વિરોધનો સામનો કરવો પડશે: મોરારીબાપુ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બામણામાં રામકથાના આઠમા દિવસે મોરારીબાપુએ રામાયણના બાલકાંડના પ્રથમ સોપાનનું રસપાન કરાવતાં જણાવ્યું કે સારૂ કામ કરવા જશો તો નરસા માણસોના વિરોધનો સામનો કરવો પડશે. રામ ચરિત માનસ એટલે પરમ તત્વ, અમૃત પાન, લોઢાનુ પારસમણી થવું, અંધને આંખો, મૂંગાને મોઢે સરસ્વતી, શુરવીરને વિજય, દાન, તપ અને યજ્ઞ બુદ્ધિશાળીની બુદ્ધિને સતેજ કરવાનું કામ કરતા હોઇ બુદ્ધિશાળી માણસોને દાન,તપ, યજ્ઞ કરવા બાપુએ શીખ આપી હતી. ઉમાશંકરની રચનાઓ વિશે બોલતાં બાપુએ જણાવ્યુ કે, સરિતા,કવિતા અને ભારિતા એટલે કવિ ઉમાશંકર જોષી.

રામ જયારે સીતા વિવાહ કરીને અયોધ્ધા આવ્યા ત્યારે દશરથ રાજા ચારેય વહુઓને ખોળામાં બેસાડે છે તે પ્રસંગનું વર્ણન કરતાં બાપુએ જણાવ્યુ કે, એક રાજા વહુઓને દીકરીઓ તરીકે પ્રસ્થાપિત કરે એ શાસ્ત્રોની વાણીમાં રામચરિત માનસ છે. બાકી તુલસીદાસ આ માટે ચોપાઇ જ લખી છે. વિવાહ બાદ રામ અયોધ્યા આવે છે ત્યારે માતાઓ જયારે રામને પશ્ન કરે છે કે તાડકાને કેવી રીતે મારી,વ્રજ જેવું ધનુષ્ય કેવી રીતે તોડ્યું. શીલામાંથી અહલ્યા કેવી રીતે થઇ આ બધા પ્રશ્નોનો ઉતર આપતી વખતે રામમાં શુરવીરના 6 લક્ષ્ણો જોવા મળે છે.

રામ સીતાના વિવાહ બાદ કન્યા વિદાયની ઘડીએ સીતા જ્યારે માતાને પિતા જનક વૃદ્ધ થયા છે તેમનું ધ્યાન રાખવાનું કહી જે વેદના વ્યકત કરે છે આ વેદના એ ભારતવર્ષની તમામ દીકરીઓની વેદના હોવાનું જણાવી બાપુ કહે છે કે દીકરીની વિદાય અચલશ્રીઓ અને મહર્ષિઓને રડાવે છે.

કથામાં શનિવારે કથાનું શ્રવણ કરવા અંધજન બાળકો ઉપસ્થિત રહ્યા હતા.તેમને આવકારવામાં આવ્યા હતા.શનિવારે વડોદરા એમ.એસ.યુનિ.ના ભાષાશાસ્ત્રના પ્રાધ્યાપક કવિ વિવેચક રાજેષ પંડયાએ વિશ્વશાંતિના સંર્દભમાં રચેલ કવિતા “છિન્ન ભિન્ન છું “ સહિત બે કાવ્ય રચનાઓનો આસ્વાદ શ્રોતાઓને કરાવતાં વિશાળે જગ વિસ્તારે એક એક કાવ્ય નહિં પણ વિશ્વશાંતિની કવિતા હોવાનું જણાવ્યું હતું.

બામણામાં આયોજીત રામકથામાં મોટીસંખ્યામાં શ્રોતાઅોએ લાભ લીધો હતો. મકસુદ મનસુરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો