તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સોમવારે બપોરે હિંમતનગર શહેરના

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સોમવારે બપોરે હિંમતનગર શહેરના રેલ્વેસ્ટેશનની સામે અાવેલ કાપડ મહાજન માર્કેટમાં અેસઅારપી અને પોલીસ જવાનોને સાથે રાખી રેડ કરતાં વરલી મટકુ ચલાવનાર શખ્સ , અાંકડા લખનાર ચાર શખ્સ અને વરલી મટકાનો જુગાર રમવા અાવેલ દસ થી બાર શખ્સો ઝડપાઇ ગયા હતા અાર.અાર સેલની કામગીરી બાદ બી ડિવિઝન પોલીસ પણ સફાળી જાગી હોય તેમ રાત્રે ન્યાય મંદિર વિસ્તારમાં રેડ કરી પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા.

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સોમવારના રોજ બપોરે સાડા ત્રણેક વાગ્યે બાતમીને અાધારે હિંમતનગર બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં અને રેલ્વે સ્ટેશનની સામે અાવેલ કાપડ મહાજન માર્કેટમાં દુકાનોની અાડશમાં પ્રવીણ બારોટ નામનો શખ્સ વરલી મટકાનો જુગાર રમાડે છે ની બાતમીને અાધારે મોનીટરીંગ સેલે પોલીસ અને અેસઅારપી જવાનો સાથે બાતમી વાળા સ્થળે રેડ કરી16 શખ્સોને પણ ઝડપી પાડી રિક્ષા, બે બાઇક, અેક્સેસ તથા રોકડ રૂ.18330 અને 14 મોબાઇલ મળી કુલ રૂ. 2,22,830 નો મુદ્દામાલ કબ્જે લઇ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં 16 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મોનીટરીંગ સેલની કાર્યવાહી બાદ તરત જ બી ડિવિઝન પોલીસે ન્યાય મંદિર વિસ્તારમાં પેલેસની ગલીમાં વરલી મટકાના જુગાર કેન્દ્ર ઉપર રેડ કરી હતી અને બે બાઇક, રોકડા રૂ. 11790 અને પાંચ મોબાઇલ મળી કુલ રૂ. 64290 નો મુદ્દામાલ કબ્જે લઇ ચાર શખ્સોની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો