તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગર LCBએ હિંમતનગર,વડાલીથી ઉઠાવેલા બે યુવકો સામે હથિયારો અંગે ગુનો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર એલસીબીએ ગત સપ્તાહમાં હિંમતનગરના બે ઇસમોને હિંમતનગર અને વડાલી થી અલગ અલગ સમયે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ઉઠાવ્યા બાદ સાત દિવસ ગોંધી રાખી 15 એપ્રિલે બંને ઈસમો ચિલોડા સર્કલ થી દેશી પિસ્તોલ અને બે જીવતા કારતૂસ સાથે મળી આવ્યા હોવા અંગે ચિલોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા ગાંધીનગર પોલીસે સાત દિવસ સુધી આ ગંભીર પ્રકરણ કેમ દબાવી રાખ્યું તે તપાસનો વિષય બની ગયો છે.

સમગ્ર વિવાદાસ્પદ પ્રકરણની હકીકત એવી છે કે ગાંધીનગર એલસીબીએ ગત તા. 8.04.19 ના રોજ મોડી બપોરે હિંમતનગરના પાણપુર પાટિયા પાસેની હોટલ પાછળથી ભંગારના પીઠા પરથી સાજીદઅલી સ/ઓ હૈદરઅલી સફદરઅલી પઠાણને ઉઠાવ્યા બાદ તે જ દિવસે મોડી રાત્રે પાણપુર પાટિયા વિસ્તારમાં રહેતા મોહમદનવાજ ખાન સ/ઓ આલમખાન સમંદરખાન પઠાણને વડાલીથી ઉઠાવી ગાંધીનગર લઈ જવાયો હતો બન્ને ઈસમોને જિલ્લા બહારની પોલીસ ઉઠાવી જવાની ઘટના ચર્ચાસ્પદ બની હતી.આ અંગે સ્થાનિક પોલીસને કોઇ માહિતી ન હતી.

બંને ઇસમોને ગાંધીનગર એલસીબી ઉઠાવી જતા તેમના પરિવારજનો પરિચિતો, મળતિયાઓ અને વચેટિયાઓએ ગાંધીનગર ડેરા જમાવ્યા હતા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અઠવાડિયા સુધી વાતચીતનો દોર ચાલ્યો હતો અને પોલીસના વચેટિયા એ મધ્યસ્થીની ભૂમિકા ભજવી હોવાની વાતો બહાર આવી હતી પરિવારજનો પણ તેમના સંતાનોને કેમ ગોંધી રાખ્યા તે બાબતે હરફ પણ ઉચ્ચારવા તૈયાર નથી.

તા.15.04.19ના રોજ ગાંધીનગર એલસીબીએ ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે આ બંને ઇસમોને તા.15.04.19 ના રોજ પીઆઈ નીરજ પટેલને મળેલી બાતમીને આધારે ચિલોડા સર્કલ ખાતે ખાનગી વાહનમાંથી ઉતરી દહેગામ તરફ જતા રોડ ચાલતા જવા દરમિયાન ઝડપી લેવામાં આવ્યા હતા અને ફરિયાદમાં જણાવ્યાનુસાર સાજીદ પાસેથી દેશી પિસ્તોલ અને મોહમ્મદ નવાજ પાસેથી બે જીવતા કારતૂસ મળ્યા હતા પિસ્તોલ અને કારતૂસ બંને ઈસમો અલગ અલગ રાખે તે વાત પણ ગળે ઉતરે તેવી નથી ટૂંકમાં આખુંયે પ્રકરણ એલસીબીની કામગીરીની ઝીણવટ ભરી તપાસની માંગ કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...