અાજથી હિંમતનગરમાં પાંચ વોર્ડના રહીશોને નિ:શુલ્ક ડસ્ટબીન અપાશે

DivyaBhaskar News Network

Jan 11, 2019, 02:56 AM IST
Himatnagar News - free waste dustbin will be provided to residents of five wards in himmatnagar 025627
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત હિંમતનગર નગરપાલિકા દ્વારા ભીનો અને સૂકો કચરો અલગથી લેવા માટે રહીશોને આજથી ગ્રીન અને બ્લુ બે રંગના ડસ્ટબીન નિ:શુલ્ક અાપવાનું શરૂ કરવામાં અાવી રહ્યુ છે. પ્રથમ તબક્કામાં શહેરના 12 વોર્ડ પૈકી 5 વોર્ડના રહીશોને સૂકોભીનો કચરો અલગથી રાખવાનું ફોર્મ અાપ્યેથી બે - બે ડસ્ટબીનનું વિતરણ કરવામાં અાવનાર છે.

જાહેરમાર્ગોની અને મુખ્ય શેરીઅોની રાત્રિ સફાઇ પણ શરૂ કરવામાં અાવી છે પ્રતિદિન અેકત્ર થઇ રહેલ ડોર ટુ ડોર કચરો અલગથી તારવીને લેવાય છે કે નહિ તેના સ્વચ્છતા સર્વેક્ષણમાં અલગથી માર્કસ મળતા હોઇ પાલિકા દ્વારા મિલ્કત ધારકોને ડસ્ટબીન અાપવાનું નક્કી કરવામાં અાવ્યુ હતુ. ટોકન રેટ થી અાપવાની ચર્ચા બાદ છેલ્લે નિ:શુલ્ક ડસ્ટબીન અાપવાનો નિર્ણય લેવાયો હતો.

આ અંગે પાલિકા પ્રમુખ અનિરૂદ્ધભાઇ સોરઠીયાઅે જણાવ્યુ કે શહેરના 15 હજાર પરિવારોને કુલ 30 હજાર ડસ્ટબીન અાપવામાં અાવશે. સૂકો અને ભીનો કચરો અલગથી અેકત્રિત કરી કચરો લેવા અાવતા ટ્રીપર કે ટ્રેક્ટરમાં અલગથી સૂકો - ભીનો કચરો નાખવા રહીશોને માહીતગાર કરવામાં અાવી રહ્યા છે. કચરો લેવા જતા કર્મચારીઅોને પણ તાલીમબધ્ધ કરાયા છે જેઅો સૂકો- ભીનો કચરો ભેગો હશે તો નહી સ્વીકારે. સૂકા કચરાનું સેગ્રીગેશન કરી રીસાયકલ કરાશે અને ભીનો કચરો વર્મીકંપોસ્ટ પ્લાન્ટ પર જશે.

પાલિકા પ્રમુખ અનિરુદ્ધ ભાઇ સોરઠીયા, સાવનભાઇ દેસાઇ, વિમલભાઇ ઉપાધ્યાય અને રાજુભાઇ દેસાઇઅે ઇન્દોરની મુલાકાત લઇ સ્વચ્છતાનું અાયોજન જોયુ હતુ.ઝોનલ અેસઅાઇને પણ મળ્યા હતા અને સ્વચ્છ ભારત મીશનના સ્થાનિક ડાયરેક્ટરને પણ મળ્યા હતા ઇન્દોરની મુલાકાત લઇ પરત અાવી ડમ્પીંગ સાઇટ અને બ્રશીંગ તથા પેનલ્ટી સીસ્ટમથી પ્રભાવિત થયા હોવાનું જણાવ્યુ હતુ.

સુકો -ભીનો કચરો અલગથી રાખવાનુ સંમતિ પત્ર રજૂ કરવુ પડશે

પ્રથમ તબક્કામાં ડસ્ટબીનનું વિતરણ કરવા માટે પાલિકા દ્વારા વોર્ડ નં. 2,7,8,10 અને 11 માં ફોર્મનું વિતરણ કરાઇ રહ્યુ છે અા સમંતિ પત્રકમાં સૂકો ભીનો કચરો અલગથી રાખવાની બાંયધરી અાપ્યા બાદ પાલિકાની ટેક્સની પાવતી જોડી રજૂ કર્યેથી આજથી ફાયરસ્ટેશન છાપરીયા ખાતેથી રહીશો બબ્બે ડસ્ટબીન નિ:શુલ્ક મેળવી શકશે.

X
Himatnagar News - free waste dustbin will be provided to residents of five wards in himmatnagar 025627
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી