તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડાંગરના ભૂસાની આડમાં લઇ જવાતો રૂ.9.50 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉદેપુર-હિંમતનગર નેશનલ હાઇવે પર શામળાજી પોલીસે ચેક પોસ્ટ પાસેથી વાહન ચેકીંગ કામગીરી દરમિયાન ટ્રકમાં ડાંગરના ભુંસાની આડમાં છુપાવીને લઇ જવાતો રૂ.9.50 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપીને ટ્રક ચાલક સહિત બે શખ્સોને જેલને હવાલે કર્યા હતા.

ભિલોડા સી.બી.આઇ.નાગજીભાઇ રબારીની સુચનાથી શામળાજી પોલીસે શુક્રવારે મોડી રાત્રે રતનપુર ચેકપોસ્ટ પાસે ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. તે દરમિયાન રાજસ્થાનના બીછીવાડા તરફથી આવતી ટ્રક નં. એચઆર-67,બી-3161ને અટકાવીને પી.એસ.આઇ.એમ.પી.ચૌહાણે ટ્રકની તલાશી લેતાં પોલીસને ટ્રકમાંથી ભરવામાં આવેલા ડાંગરના ભુંસાની આડમાં પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરેલી રૂ.9,50,400નો વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની પેટી નંગ 264 નંગ 3168 બોટલ મળી આવ્યા હતા. પોલીસે વિદેશી દારૂ અને ટ્રક સહિત રૂ.19,51,400નો મુદ્દામાલ કબજે લઇને બાબુરામ શ્રીમીધુ ડોમ (મીરાસી) એ શેરસિંગ કાશીરામ ચમાર બંન્ને રહે.પસીનાકલા જિ.પાનીપત, હરિયાણા વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...