તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પીપળીયા ફાધર પીટર હોસ્ટેલના 39 બાળકોને ફૂડ પોઇઝનિંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોશીના તાલુકાની પીપળીયા ગામની ક્રીશ્ચીયન મિશનરી દ્વારા સંચાલિત ફાધર પીટર હોસ્ટેલમાં રહેતા ધો-1 થી 8 ના 65 બાળકોને ખોરાકી ઝેરની અસર થતાં હોસ્ટેલની ગૃહમાતાઅે પેટમાં દુ:ખાવા સાથે ઉલટીની ફરિયાદવાળા 39 બાળકોને પોશીના સામૂહિક અારોગ્ય કેન્દ્રમાં ખસેડતા ખળભળાટ મચી ગયો હતો અને અન્ય બે પીઅેસસીનો સ્ટાફ પોશીના ખાતે બોલાવવા ફરજ પડતા દોડધામ મચી જવા પામી હતી. શિયાળાના ઠંડા વાતાવરણમાં ફૂડ પોઇઝનિંગની બનેલ ઘટનાને પગલે અનેક શંકાકુશંકાઅો વ્યક્ત થઇ રહી છે.

પીપળીયા ગામની ફાધર પીટર હોસ્ટેલમાં 65 બાળકો રહે છે અને ગામની પ્રાથમિક શાળામાં ધો-1થી 8માં અભ્યાસ કરે છે. સોમવારના ના રોજ અા બાળકો ગામની પ્રાથમિક શાળામાં ગયા હતા અને પ્રાર્થના બાદ બે બાળકોઅે પેટમાં દુ:ખાવાની ફરિયાદ કર્યા બાદ થોડા જ સમયમાં વધુ બાળકોઅે પેટમાં દુ:ખાવો ચક્કર અને ઉલટીની ફરિયાદ ઉભી થતા અાચાર્યઅે હોસ્ટેલની ગૃહમાતાને જાણ કરતા 108ને જાણ કરતા ઇઅેમટી પ્રકાશભાઇ અને પાયલોટ પબુભાઇ પરમારે 27 બાળકોને પોશીના સીઅેચસીમાં ખસેડાયા હતા અને ત્યારબાદ વધુ 12 બાળકોને ખસેડતા પોશીના સીઅેચસીમાં દોડધામ મચી ગઇ હતી. પોશીના ટીઅેચઅો બી.અેસ.ગઢવીઅે અજાવાસ અને દંત્રાલ પીઅેચસીનો સ્ટાફ બોલાવી તમામ બાળકોને સારવાર અાપી હતી. શિયાળાના ઠંડા વાતાવરણમાં ફૂડ પોઇઝનીંગની બનેલ ઘટનાને પગલે અનેક શંકાકુશંકાઅો વ્યક્ત થઇ રહી છે.

બાળકોને ફૂડ પોઇઝનીંગ થતાં દાખલ કરાયા હતા. તસવીર વિક્રમસિંહ ચૌહાણ

સંજીવની દૂધ કે મધ્યાહન ભોજન લીધુ નથી
સંજીવની દૂધ કે મધ્યાહન ભોજન અા બાળકોઅે લીધુ નથી. હોસ્ટેલમાં રહેતા તમામ બાળકોને પેટમાં દુ:ખાવો ઉલટીની સમસ્યા ઉભી થતા હોસ્ટેલના ગૃહમાતા સુવર્ણાબેનને જાણ કરતા તમામ બાળકોને હોસ્ટેલ લઇ ગયા હતા અને ત્યારબાદ પોશીના સારવાર અર્થે ખસેડ્યા હતા ફોરમબેન નિનામા,અાચાર્ય, પીપળીયા પ્રાથમિક શાળા

ખોરાકમાં બેક્ટેરિયલ ટોક્સીન હોવાથી તકલીફ
108 દ્વારા 39 જેટલા બાળકોને પેટમાં દુ:ખાવો અને ઉલટીની સમસ્યા સાથે લાવવામાં અાવતા અજાવાસ અને દંત્રોલ પીઅેચસીનો સ્ટાફ પોશીના બોલાવી તમામ બાળકોને સારવાર અાપવામાં અાવી છે અને સાંજે રજા પણ અાપી દેવાઇ છે ખોરાકમાં બેક્ટેરીયલ ટોક્સીન હોવાથી બાળકોને તકલીફ થઇ હતી ર્ડા. બી.અેમ. ગઢવી,ટી અેચ અો પોશીના

ફૂલેવરનું શાક,રોટલીનું ભોજન લઇ શાળામાં ગયા હતા
બાળકોઅે સવારે પૌઅાનો નાસ્તો કર્યા બાદ ફૂલેવરનું શાક અને રોટલીનું ભોજન લઇને શાળામાં ગયા હતા. ત્યારબાદ પેટમાં દુ:ખાવો અને ઉલટીઅો થતા 39 બાળકોને 108 બોલાવી પોશીના લઇ જવાયા હતા સુવર્ણાબેન,ગૃહમાતા, ફાધર પીટર હોસ્ટેલ

ફૂડ પોઇઝનીંગથી બીમાર થયેલા બાળકોના નામ વાંચો પેજ નંબર -2-પર
અન્ય સમાચારો પણ છે...