તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તલોદ પાલિકાની દુકાનનો ભાડાનો નિવેડો આવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તલોદ નગરપાલિકાઅે બનાવેલ દુકાનોનું ભાડુ નક્કી કરવા વેલ્યુઅેશન કમિટિમાં મોકલી અાપેલ દરખાસ્તમાં નક્કી થઇને અાવેલ ભાડામાં વાર્ષિકને બદલે માસિક ભાડાનો છબરડો થઇ ગયો હતો જેનું નિરાકરણ અાવતા અાનંદની લાગણી ફેલાવા પામી છે. ભાડા વાર્ષિકને બદલે માસિક થઇ ગયો હતો. તલોદ પાલિકાએ ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન ભાડું 12હજાર અને પ્રથમ માળની દુકાનનું ભાડું 10હજાર લેવા મંજૂરી લેવા અરજી આપી હતી.

ઘણા સમય પહેલા તલોદ નગરપાલિકાએ કલેક્ટર કચેરીમાંથી ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન નું ભાડું રૂ.12000 અને પ્રથમ માળની દુકાન નું ભાડું રૂ.10000 વાર્ષિક લેવા માટેની મંજૂરી લેવા અરજી આપેલ હતી.

જેમાંથી મંજૂરી પત્રમાં ભૂલથી પ્રથમ માળની દુકાન નું ભાડું માસિક રૂ.10000 અને ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન નું ભાડું રૂ.12000 થઇને અાવ્યુ હતુ જેની સુધારણા માટે અરજીઓ કરી પ્રયાસ કરવામાં અાવ્યા બાદ ચાલુ માસમાં ગ્રાઉન્ડ ફ્લોર ની દુકાન નું ભાડું વાર્ષિક રૂ.12000 અને પ્રથમ માળ ની રૂ.10000 સુધારો થઇ આવી અાવી જતા તલોદ નગરજનોમાં આનંદની લાગણી છવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...