તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિંમતનગરમાં કૃષિ મહોત્સવમાં ફિયાસ્કો ICDSનો સ્ટાફ બેસાડાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરમાં યોજાયેલ ખરીફ કૃષિ મેળામાં ખેડૂતો નદારદ રહેતા ફારસરૂપ બન્યો હતો અને ખેડૂતો માટેની ખુરશીઅોમાં અાઇસીડીઅેસના કર્મચારીઅોને બેસાડી દેવાયાની ચર્ચાઅે તંત્રની કીરકીરી કરવામાં કોઇ કચાશ બાકી રાખી નહતી.

હિંમતનગર શહેરની સહકારી જીન ખાતે યોજાયેલ ખરીફ કૃષિ મેળામાં તંત્રના કથિત પ્રયાસો છતાં ખેડૂતોઅે નિરસરતા દાખવી હતી અને ગણ્યા ગાંઠ્યા ખેડૂતો અાવ્યા હતા. થોડા ઘણા અાવેલા ખેડૂતોને કાર્યક્રમ કંટાળાજનક લાગતા અધવચ્ચે થી જ અાઘા પાછા થતા જોવા મળ્યા હતા. હાજર રહેલા ખેડૂતોમાં ચર્ચા જોવા મળી હતી કે ખુરશીઅો ખાલી ન દેખાય તે માટે અાંગણવાડીની બહેનોને બેસાડી દેવાઇ હતી. રાજ્ય સરકારની સૂચનાને પગલે પરાણે કૃષિ મેળો યોજવો પડ્યો હોય તેવુ જણાતુ હતુ.

આ અંગે ખેતીવાડી નિયામક મોહિતભાઇ રાવતને પૂછતા જણાવ્યુ કે અા અંગે મને ખબર નથી મારો કર્મચારી અાવશે તે જણાવશે. ખેડૂતોની પાંખી હાજરી વાળો ખરીફ કૃષિ મેળો ફારસરૂપ બની રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...